રોટરી ક્લબ ઓફ પાટણને ડિસ્ટ્રિક્ટ લેવલે 24 પ્રતિષ્ઠિત એવોર્ડ
પાટણ, 07 ઓગસ્ટ (હિ.સ.)રોટરી ક્લબ ઓફ પાટણને વર્ષ 2025-26 દરમિયાન ડિસ્ટ્રિક્ટ લેવલે 24 પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે. પૂર્વ પ્રમુખ રોટરિયન ડૉ. પરિમલ જાની અને મંત્રી રોટરિયન જય દરજીના નેતૃત્વમાં ક્લબે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, રક્તદાન અને સામાજિક સ
રોટરી ક્લબ ઓફ પાટણને ડિસ્ટ્રિક્ટ લેવલે 24 પ્રતિષ્ઠિત એવોર્ડ


પાટણ, 07 ઓગસ્ટ (હિ.સ.)રોટરી ક્લબ ઓફ પાટણને વર્ષ 2025-26 દરમિયાન ડિસ્ટ્રિક્ટ લેવલે 24 પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે. પૂર્વ પ્રમુખ રોટરિયન ડૉ. પરિમલ જાની અને મંત્રી રોટરિયન જય દરજીના નેતૃત્વમાં ક્લબે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, રક્તદાન અને સામાજિક સેવા સહિતના અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરીને આ ગૌરવ મેળવ્યું છે.

ક્લબની વર્ષભરની સેવાકીય પ્રવૃત્તિઓને રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા બિરદાવવામાં આવી હતી. આ સિદ્ધિમાં સમગ્ર રોટરી પરિવાર, વિવિધ પ્રોજેક્ટના ચેરમેન, સહયોગી દાતાઓ અને શુભેચ્છકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ઉપરાંત રો. હરેશ પટેલ, રો. પરેશ એમ. પટેલ અને રો. ડો. નૈસર્ગી પટેલને પણ વ્યક્તિગત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી માટે 4 ઓગસ્ટ, 2026ના રોજ એસ.કે. બ્લડ બેન્ક, રોટરી હોલ ખાતે વિશેષ મિલન સમારોહ અને નિયમિત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પત્રકારો સહિત ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ક્લબે જણાવ્યું કે આ સન્માન ભવિષ્યમાં વધુ સમર્પણ અને ઉત્સાહ સાથે સમાજસેવાના કાર્યો કરવા માટે પ્રેરણારૂપ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande