
દાહોદ/અમદાવાદ,07 ઓગસ્ટ (હિ.સ.) સપનાઓ મોટા હોય તો ગામ નાનું હોવું ક્યારેય આડે આવતું નથી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મલેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપમાં બે રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતીને દેશ અને રાજ્યનું ગૌરવ વધારનાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની દીકરી કુમારી મિસબાબાનુ કુતુબશાહ દીવાનની મુલાકાત કરી તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ આ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
વિશ્વકર્માએ આ અવસરે કુમારી મિસબાબાનુ કુતુબશાહ દીવાનને, ભવિષ્યમાં પણ સતત સફળતા પ્રાપ્તિ માટે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ વધુ રોશન કરવા માટેની શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, દાહોદ જિલ્લા ભાજપા અધ્યક્ષ સ્નેહલ ધરીયા સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ