રાણાવાવ ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ.
પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા રાણાવાવ તાલુકા પંચાયત હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાલિકાઓમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નિર્ણયશક્તિ અને જવાબદારીની ભાવના
રાણાવાવ ખાતે “નારી વંદન ઉત્સવ”         અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ.


રાણાવાવ ખાતે “નારી વંદન ઉત્સવ”         અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા રાણાવાવ તાલુકા પંચાયત હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બાલિકાઓમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નિર્ણયશક્તિ અને જવાબદારીની ભાવના વિકસે તેમજ તેઓ વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર થાય તે હેતુથી બાલિકા પંચાયતના સરપંચઓ તથા સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કમલાબાગના પોલીસ સ્ટેશનના પી.આઈ.રામ આહીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાલિકા પંચાયતના સરપંચઓ તથા સભ્યોને સંબોધિત કરતાં નેતૃત્વનું મહત્વ, જવાબદારી, આત્મવિશ્વાસ, ટીમવર્ક તેમજ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં યુવા બાલિકાઓની ભૂમિકા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.તેમણે બાલિકાઓને અભ્યાસની સાથે પોતાના અધિકારો અને ફરજો અંગે જાગૃત બની ભવિષ્યમાં સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોરબંદર દ્વારા બાળકોની સુરક્ષા તથા કચેરી દ્વારા અમલમાં મુકાતી વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. “સંકલ્પ” – District Hub for Empowerment of Women (DHEW) દ્વારા મહિલાઓ અને બાલિકાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ, સેવાઓ તથા કચેરીની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ “સખી” વન સ્ટોપ સેન્ટર, પોરબંદર દ્વારા મહિલાઓને ઉપલબ્ધ સહાય અને સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સહાય માટેની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી તથા જરૂરિયાતના સમયે મહિલાઓને ઉપલબ્ધ સહાય અંગે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને સાઈનાથ એનજીઓના સભ્ય તથા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટિયર (PLV) દ્વારા મહિલાઓ અને બાલિકાઓના કાનૂની અધિકારો તેમજ ઉપલબ્ધ કાનૂની સહાય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ઉપસ્થિત બાલિકાઓ તથા સભ્યોને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહિલા અને બાળ અધિકારી હંસા ટાઢાણીના માર્ગદર્શન હેઠળ DHEW ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. એ.સી નિમાવત, મુખ્ય સેવિકા મંગળાબેન, 181 અભયમ હેલ્પલાઇનનો સ્ટાફ, આંગણવાડી બહેનો તેમજ બાલિકા પંચાયતના સરપંચઓ અને સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

-

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande