જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા યુવા સશક્તિકરણ સેમિનાર યોજાયો
પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) જેસીઆઈ પોરબંદર પ્લસદ્વારા તેના ‘Empowering Youth’ પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટ જોસેફ સ્કૂલખાતે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને જીવન કૌશલ્ય આધારિત વિશેષ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં જાણીતા ટ્રેન
જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા યુવાસશક્તિકરણ સેમિનાર યોજાયો


જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા યુવાસશક્તિકરણ સેમિનાર યોજાયો


જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા યુવાસશક્તિકરણ સેમિનાર યોજાયો


પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) જેસીઆઈ પોરબંદર પ્લસદ્વારા તેના ‘Empowering Youth’ પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટ જોસેફ સ્કૂલખાતે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને જીવન કૌશલ્ય આધારિત વિશેષ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં જાણીતા ટ્રેનર્સ સીએ બિરાજ કોટેચા અને હાર્દિક મોનાણીએ વિદ્યાર્થીઓને ગોલ સેટિંગ, ટાઈમ મેનેજમેન્ટ, કૉમ્યુનિકેશન સ્કિલ્સ, લીડરશિપ અને સફળ જીવન માટે જરૂરી વિવિધ લાઈફ સ્કીલ્સ અંગે માર્ગદર્શનઆપ્યું હતું.તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા, સમયનું યોગ્ય આયોજન કરવા, સ્પષ્ટલક્ષ્ય નક્કી કરવાની પદ્ધતિ તેમજ સતત આત્મવિકાસનું મહત્વ સરળ અને પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટ્રેનર્સ સાથે સક્રિય સંવાદ સાધ્યો હતો.કાર્યક્રમમાં જેસીઆઈ પોરબંદર પ્લસના પ્રમુખપ્રતિક લાખાણી, મિલન રાઠોડ અને અક્ષય રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ પ્રતિક લાખાણીએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે જીવન કૌશલ્યોનો વિકાસપણ એટલો જ જરૂરી છે. તેમણે જણાવ્યુંકે આગામી સમયમાં પણ શહેરની વિવિધ શાળાઓમાં આવા તાલીમ કાર્યક્રમો યોજી વધુમાં વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ અપાશે. કાર્યક્રમના અંતેશાળા સંચાલક મંડળ અને શિક્ષકોએ આ પહેલને બિરદાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande