
અમદાવાદ,07 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતનાં ન્યાયતંત્રમાં મોટાપાયે જજીસની બદલી-બઢતીકરવામાં આવી.67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ, 26 સિનિયર સિવિલ જજની બદલી કરવામાં આવી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાબાની અદાલતોમાં મોટા પાયે જજીસની બદલીઓ અને બઢતીઓ કરવામાં આવી છે. આ બદલી અને બઢતીની જગ્યાએ વર્તમાન જગ્યાએથી 17 ઓગસ્ટ સુધીમાં તેઓએ ચાર્જ સંભાળવાનો રહેશે.
રાજ્યની તાબાની સિવિલ અદાલતોમાં 63 જજીસની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અને એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરીએ તો અમદાવાદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 3, મહેસાણામાં 3, મોરબીમાં 1, રાજકોટમાં 6, સાબરકાંઠામાં 1, સુરતમાં 6 અને વડોદરામાં 2 સિવિલ જજની આંતરકોર્ટ બદલી કરવામાં આવી છે.
સિનિયર સિવિલ જજની વાત કરીએ તો 26 જજીસની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. જ્યારે 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગર 4, ગીર સોમનાથ 1, જામનગરમાં 8, જૂનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડા 7, મહેસાણા 6, મોરબી 3, નર્મદા 2, પાટણ 1 અને પોરબંદરમાં 2, રાજકોટ 21, સાબરકાંઠા 5, સુરત 19, સુરેન્દ્રનગર 2, વડોદરા 21 અને વલસાડમાં 2નો સમાવેશ થાય છે.
67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર થઈ હોય તેવા 57 જજીસનો સમાવેશ થાય છે. જ્યારે 86 જજીસને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે મુકવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 9, અમરેલીમાં 2, આણંદમાં 4, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 4, જામનગરમાં 2, કચ્છમાં 8, ખેડામાં 1, મહેસાણામાં 5, મોરબીમાં 1, નવસારીમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 8, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 4, વડોદરામાં 11નો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ