ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે ખેલ મહાકુંભ-૨૦૨૬ તા.૨૨/૦૯/૨૦૨૬ સાંજે ૬.૦૦ સુધી ખેલાડીઓ કરાવી શકશે રજીસ્ટ્રેશન
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૨૬ આયોજન કરાયું છે. આ ખેલ મહાકુંભમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જ
ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે ખેલ મહાકુંભ-૨૦૨૬ તા.૨૨/૦૯/૨૦૨૬ સાંજે ૬.૦૦ સુધી ખેલાડીઓ કરાવી શકશે રજીસ્ટ્રેશન


ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.)

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૨૬ આયોજન કરાયું છે.

આ ખેલ મહાકુંભમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/નગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ ૨૦૨૬નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૬ થી શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૨/૦૯/૨૦૨૬ સાંજે ૬.૦૦ સુધીની રહેશે.

ખેલ મહાકુંભ ૨૦૨૬ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.inપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઇપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકશે નહી. વયજૂથ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં.૩૧૫/૩૧૬, બીજો માળ, મુ. ઇણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ પરથી પોતાના વયજૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ ૨૦૨૬ની વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande