ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તબક્કાવાર 'સેવાસેતુ' યોજાશે, તા. ૨૧/૦૯/૨૦૨૬ થી તા. ૦૯/૧૦/૨૦૨૬ દરમિયાન સેવા સેતુ થકી નાગરિકોને ઘરઆંગણે જ મળશે વિવિધ સેવાઓનો લાભ
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી સેવાઓનો લાભ મળી રહે તે માટે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલના માર્ગદર્શનમાં જિલ્લા સેવા સદનના વી.સી.હોલ ખાતે સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) ની એક બેઠક યોજ
ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં


ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ

જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી સેવાઓનો લાભ મળી રહે તે માટે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલના માર્ગદર્શનમાં જિલ્લા સેવા સદનના વી.સી.હોલ ખાતે સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) ની એક બેઠક યોજાઈ હતી.

નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે સેવાસેતુના તા.૨૧/૦૯/૨૦૨૬ થી તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી બીજા તબક્કામાં વિભાગ વાઈઝ સુનિશ્ચિત આયોજન કરી અને વ્યક્તિગત લાભાર્થીઓને સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જરુરી દસ્તાવેજો તૈયાર કરવા તેમજ યોજનાઓના સંતૃપ્તિકરણ માટે જરુરી પૂર્વતૈયારીઓ અંગે જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

સેવાસેતુ અંતર્ગત પી.એમ.કિસાન, ગંગા સ્વરૂપા વિધવા સહાય, જન ધન યોજના, સ્વામિત્વ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત વિવિધ નાગરિકલક્ષી સેવાઓનો મોટી સંખ્યામાં લોકો લાભ લે અને સંતૃપ્તિકરણ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સર્વે વિભાગના અધિકારઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં વેરાવળ (ગ્રામ્ય), તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા સહિતના નોડલ ઓફિસર્સની નિમણૂક, સેવાસેતુના સ્થળ, તારીખ તેમજ ગામોની વિગતો, ક્લસ્ટર મુજબ લાભાર્થીઓની યાદી, બાકી રહેલી કામગીરીની સંખ્યાકીય વિગતો, દ્વિતિય તબક્કા માટે તાલુકાને આવરી લે એ રીતે ૮ થી ૧૦ ગામોના ક્લસ્ટર મુજબ આયોજન, સેવાસેતુ દરમિયાન સ્થળ પર ઉપલબ્ધ કરવાની વિભાગવાર સેવાઓ, જરુરી કર્મચારીઓ તેમજ સાધન-સામગ્રીની વિગતો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સેવાસેતુમાં નાગરિકોને રાશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તથા રાશનકાર્ડમાં સુધારા વધારા કરવા, જન્મ-મરણના પ્રમાણપત્ર, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના, જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નમો યોજના, આધારકાર્ડ સુધારાની સેવા, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, આધાર નોંધણીની સેવા, કુંવરબાઈનું મામેરું યોજના, આઈ.સી.ડી.એસ. અંતર્ગત નાના બાળકોના આધાર કાર્ડની સેવા જેવી વિવિધ સેવાઓનો લાભ મળશે.

આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વ જે.વી કાકડિયા, કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા સહિત મામલતદારશ તાલુકા વિકાસ અધિકારી સહિત આરોગ્ય, ખેતીવાડી જેવા સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande