કણીજમાં SMCના દરોડા: 8 જુગારીઓ ઝડપાયા, ₹6.38 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના કણીજ ગામની સીમમાં આવેલા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે કણીજ પ્રાથમિક શાળા સામે લાઈટના અજવાળે ગાદલા પાથરી તીન પત્તીનો જુગાર રમતા 8 ઈસમોને રોકડ રકમ
કણીજમાં SMCનો દરોડો: 8 જુગારીઓ ઝડપાયા, ₹6.38 લાખનો મુદ્દામાલ જપ્ત


પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના કણીજ ગામની સીમમાં આવેલા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે કણીજ પ્રાથમિક શાળા સામે લાઈટના અજવાળે ગાદલા પાથરી તીન પત્તીનો જુગાર રમતા 8 ઈસમોને રોકડ રકમ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, 2થી 3 ઈસમો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

SMCને બાતમી મળી હતી કે હિતેન્દ્રકુમાર ઉર્ફે એચ.કે. કાન્તીલાલ રાવળ બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. તપાસ દરમિયાન મુકેશભાઈ સોમાભાઈ પટેલ અને કાનાભાઈ વિરાભાઈ દ્વારા જુગારધામ માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી અંગઝડતી અને દાવ પરની મળી કુલ ₹4,97,700 રોકડા, ₹1,40,000 કિંમતના 9 મોબાઈલ ફોન સહિત ગાદલા, પત્તા અને વાયર મળી કુલ ₹6,38,550નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પકડાયેલા આરોપીઓમાં હિતેન્દ્રકુમાર રાવળ, મુકેશ પટેલ અને પ્રકાશકુમાર રાવળ અગાઉ પણ જુગારના ગુનામાં ઝડપાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં જુગારધારા અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓ સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande