
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)ગોહિલવાડના ઐતિહાસિક અને છોટે કાશી તરીકે ઓળખાતા સિહોરની નવ નાથ મહાદેવ યાત્રા ધાર્મિક આસ્થા સાથે ઐતિહાસિક પરંપરાનું પણ પ્રતીક છે. ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી રહેલા સ્વર્ગીય સુનીલ ઓઝા શ્રાવણ માસ દરમિયાન યોજાતી આ પરંપરાગત યાત્રામાં છેલ્લા ત્રણ દાયકાથી નિયમિત રીતે જોડાતા હતા. તેઓ સાથી કાર્યકર્તાઓ સાથે નવ નાથ મહાદેવના દર્શનનો લાભ લેતા અને આ યાત્રાને વધુ નક્કર તથા સંગઠિત સ્વરૂપ મળે તે માટે હંમેશાં હિમાયત કરતા હતા.
સુનીલ ઓઝાની આ યાત્રા સાથે જોડાયેલી અનેક સ્મૃતિઓ આજે પણ કાર્યકર્તાઓ માટે યાદગાર બની છે. તેમના યોગદાન અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી આ પરંપરાને આગળ વધારવાના હેતુથી આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૨માં શ્રાવણ માસ દરમિયાન યોજાયેલી નવ નાથ યાત્રામાં જગદીશસિંહ ગોહિલના સંકલન સાથે ભાવનગર જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સિહોર નગરપાલિકાના તત્કાલીન અધ્યક્ષ વિક્રમભાઈ નકુમ, ભાજપના અગ્રણીઓ હર્ષદભાઈ દવે, હેમરાજસિંહ સોલંકી, ઉમેશભાઈ મકવાણા, શંકરમલ કોકરા, શશીકાંત ભોજ, સુરેશભાઈ માંગુકિયા, રાકેશભાઈ છેલાણા, છગનભાઈ ભોજ સહિત અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા.
નવ નાથ મહાદેવ યાત્રાની આ સ્મરણ તસવીર સુનીલ ઓઝાની ધાર્મિક શ્રદ્ધા, કાર્યકર્તાઓ સાથેના આત્મીય સંબંધ અને સિહોરની પરંપરા પ્રત્યેના તેમના લગાવની યાદ તાજી કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA