પાટણ શહેરમાં વિદેશથી દીકરીના વતન આગમનના આનંદમાં, શ્રી જલારામ બાપાના ભજન-સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં વિદેશથી દીકરી રિતુ ભાટીયાના વતન આગમનના આનંદમાં શ્રી જલારામ બાપાના ભજન-સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકાના નગરસેવક ભરતકુમાર જયંતિલાલ ભાટીયાના લક્ષ્મી નિવાસ બંગલો, રેલવે સ્ટેશન રોડ ખા
પાટણ શહેરમાં વિદેશથી દીકરીનું વતન આગમનના આનંદમાં શ્રી જલારામ બાપાના ભજન-સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ શહેરમાં વિદેશથી દીકરીનું વતન આગમનના આનંદમાં શ્રી જલારામ બાપાના ભજન-સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ શહેરમાં વિદેશથી દીકરીનું વતન આગમનના આનંદમાં શ્રી જલારામ બાપાના ભજન-સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં વિદેશથી દીકરી રિતુ ભાટીયાના વતન આગમનના આનંદમાં શ્રી જલારામ બાપાના ભજન-સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકાના નગરસેવક ભરતકુમાર જયંતિલાલ ભાટીયાના લક્ષ્મી નિવાસ બંગલો, રેલવે સ્ટેશન રોડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, પાટણ દ્વારા પ્રેરિત આ કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કાર્યક્રમ દરમિયાન શ્રી જલારામ બાપાના વિવિધ ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. ભક્તજનોએ ભજન-સત્સંગમાં જોડાઈ જલારામ બાપાની આરાધના કરી હતી. સેવા, સત્સંગ અને ભજનને જીવનમાં મહત્વ આપવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જયંતિલાલ હાલચંદદાસ ભાટીયા પરિવાર તથા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, પાટણ પરિવાર દ્વારા ઉપસ્થિત ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે શ્રી જલારામ બાપાની પૂજા, અર્ચન અને નમન સાથે આરતી કરવામાં આવી હતી. ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તજનોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરિવારના આનંદના પ્રસંગને ભક્તિ અને સત્સંગ સાથે ઉજવાતા સૌમાં આધ્યાત્મિક આનંદનો માહોલ જોવા મળ્યો હતો.જય જલારામ બાપા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande