પોરબંદર જિલ્લામાં પોષણ માસ ઉજવણી અંતર્ગત પોરબંદર ઘટક-2ની આંગણવાડી ખાતે પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાયું.
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પોષણ માસ અંતર્ગત વિવિધ જનજાગૃતિ અને પોષણલક્ષી પ્રવ
પોરબંદર  જિલ્લામાં  પોષણ  માસ  ઉજવણી  અંતર્ગત  પોરબંદર  ઘટક-2ની  આંગણવાડી  ખાતે  પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન  કરાયું.

પોરબંદર  જિલ્લામાં  પોષણ  માસ  ઉજવણી  અંતર્ગત  પોરબંદર  ઘટક-2ની  આંગણવાડી  ખાતે  પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન  કરાયું.

પોરબંદર  જિલ્લામાં  પોષણ  માસ  ઉજવણી  અંતર્ગત  પોરબંદર  ઘટક-2ની  આંગણવાડી  ખાતે  પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન  કરાયું.

પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)

ભારત

સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માહની

ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પોષણ માસ અંતર્ગત

વિવિધ જનજાગૃતિ અને પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.

જે

અંતર્ગત પોરબંદર ઘટક-2ની આંગણવાડી ખાતે ટીએચઆર (ટેક હોમ રાશન) તથા મિલેટ્સના ઉપયોગથી તૈયાર

કરવામાં આવતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે આંગણવાડી કાર્યકરો તથા ઉપસ્થિત લાભાર્થીઓને ટીએચઆર અને મિલેટ્સના

પોષણમૂલ્ય, તેના આરોગ્યલક્ષી ફાયદા તેમજ દૈનિક

આહારમાં તેના યોગ્ય ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ

પૌષ્ટિક આહારને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવી બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા અંગે પણ સમજ

આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande