
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે, શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. શાહે ભાગવતની સંઘ પ્રચારકથી લઈને સરસંઘચાલક સુધીની યાત્રાને રાષ્ટ્રસેવા, સામાજિક સમરસતા અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ તેમજ સંવર્ધન પ્રત્યેના સમર્પણનું અદ્વિતીય ઉદાહરણ ગણાવ્યું.
શાહે સોશિયલ મીડિયા મંચ એક્સ પર પોતાના સંદેશમાં મોહન ભાગવતના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરતા કહ્યું કે, પ્રચારક તરીકે તેમણે દેશના ખૂણેખૂણે જઈને સમાજને નજીકથી સમજ્યો. તેમણે કહ્યું કે, સરસંઘચાલક તરીકે ભાગવત સંઘના માધ્યમથી સેવા, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના કાર્યોને આગળ વધારી રહ્યા છે તથા સમાજમાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાને મજબૂત કરવામાં યોગદાન આપી રહ્યા છે.
ગૃહમંત્રીએ ભાગવતના ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ તેમજ સંવર્ધન પ્રત્યેના સમર્પણને પણ રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે, ભાગવતની સાર્વજનિક જીવનયાત્રા સમાજને સમજવા અને તેની સાથે જોડાઈને રાષ્ટ્રસેવાના કાર્યોને આગળ વધારવાનું ઉદાહરણ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ