મોદીએ પુતિનને ‘તિરુક્કુરલ’નો રશિયન અનુવાદ ભેટ આપ્યો.
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાર્તા દરમિયાન, તેમને મહાન તમિલ કવિ, દાર્શનિક અને સંત તિરુવલ્લુવરની અમર કૃતિ ‘તિરુક્કુરલ’નો રશિયન અનુવાદ ભેટ આપ્યો. મોદીએ કહ્યુ
મોદીએ પુતિનને ‘તિરુક્કુરલ’નો રશિયન અનુવાદ ભેટ આપ્યો


નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાર્તા દરમિયાન, તેમને મહાન તમિલ કવિ, દાર્શનિક અને સંત તિરુવલ્લુવરની અમર કૃતિ ‘તિરુક્કુરલ’નો રશિયન અનુવાદ ભેટ આપ્યો. મોદીએ કહ્યું કે, આ પુસ્તક મહાન તિરુવલ્લુવરની શાશ્વત જ્ઞાન પરંપરાને ભાષા અને ભૌગોલિક સીમાઓથી પર પહોંચાડે છે.

ભારત મંડપમમાં થયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ઉષ્માભેર એકબીજાનું અભિવાદન કર્યું અને વિવિધ દ્વિપક્ષીય તેમજ પરસ્પર હિતો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી. વડાપ્રધાને બાદમાં સામાજિક મીડિયા મંચ એક્સ પર બેઠકનો વીડિયો શેર કરતા તિરુક્કુરલના રશિયન અનુવાદને પુતિનને ભેટ આપવા અંગેની જાણકારી આપી.

મોદીએ કહ્યું, ‘‘રાષ્ટ્રપતિ પુતિનને તિરુક્કુરલનો રશિયન અનુવાદ ભેટ આપ્યો, જે મહાન તિરુવલ્લુવરના શાશ્વત જ્ઞાનને ભાષા અને ભૌગોલિક સીમાઓથી પર પહોંચાડે છે.”

તિરુક્કુરલ તમિલ સાહિત્યની મહાન કૃતિઓમાં શામેલ છે. તેમાં 1,330 દોહા છે, જેમાં નૈતિકતા, સદાચાર, શાસન, સામાજિક જીવન અને માનવીય મૂલ્યો સાથે સંકળાયેલા વિચારોને સંક્ષિપ્ત અને ગહન સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. મહાન કવિ-દાર્શનિક તિરુવલ્લુવરની આ કૃતિ તમિલ સાહિત્યની મહત્વપૂર્ણ રચનાઓમાં શામેલ છે. પુતિનને તેનો રશિયન અનુવાદ ભેટ આપવો ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને પણ રેખાંકિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande