
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર
જિલ્લાના બંદરો ખાતે ડ્રેજિંગ માટે ગુજરાત સરકાર દ્વારા જરૂરી વહીવટી મંજૂરી આપવામાં આવતા માછીમાર સમાજમાં રાહતની લાગણી જોવા મળી છે. વર્ષોથી બંદરોમાં
જમા થતા કાંપ અને રેતીના ભરાવાને દૂર કરવા માટે
કરવામાં આવતી માંગને રાજ્ય સરકારે હકારાત્મક
પ્રતિસાદ આપ્યો છે. આ નિર્ણય બદલ પોરબંદર
માછીમાર બોટ એસોસિએશન અને સમસ્ત માછીમાર સમાજ દ્વારા સરકાર તથા સંબંધિત મંત્રીઓનો
જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.બંદરોમાં
કાંપઅને રેતીના ભરાવાના કારણે ખાસ કરીને
ઓટના સમયે બોટ તળિયે અથડાઈ જવાથી નુકસાન
થવાની સમસ્યા સર્જાતી હતી. ડ્રેજિંગથી
બંદરમાં પાણીની ઊંડાઈ એટલે કે ડ્રાફ્ટ વધશે અને
માછીમારી બોટોને દિવસ-રાત સલામત રીતે અવરજવર કરવામાં સરળતા રહેશે.બોટ ટ્રાફિક સરળ અને
સુરક્ષિત બનવાથી માછીમારી સાથે માછલીના ઉત્પાદન
અને વેચાણને વેગ મળવાની સાથે સંલગ્ન
રોજગારીમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મત્સ્યોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, વનપર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી તથા
પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કેન્દ્રીય મંત્રી તથા પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા અને
મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ
સોલંકીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.વહીવટી
મંજૂરી બાદ હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી
ડ્રેજિંગની પ્રત્યક્ષ કામગીરી
પણ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માછીમાર સમાજે આશા વ્યક્ત કરી છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પ્રેમજીભાઈ પાંજરીએ આભાર વ્યક્ત કર્યો
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya