
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના
માધવપુરમાં સગીરાને લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યાના ગંભીર
આક્ષેપથી ચકચાર મચી છે. સગીરાના પરિવારજનોએ કરેલી ફરિયાદના આધારે માધવપુર પોલીસે ઉંચાણ શેરીમાં રહેતા અલ્પેશ ડાયાભાઈ માવદીયા સામે
પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી સગીરાને તેના સ્કૂલ સમય દરમિયાન તેના કાયદેસરના
વાલીપણા માંથી પોતાની મોટરસાઇકલ પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અડપલાં કર્યા અને તેની ઇચ્છા
તથા મરજી વિરુદ્ધ બળજબરીથી બે વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, આ સમગ્ર બાબત કોઈને જણાવશે તો જાનથી
મારી નાખવાની ધમકી આપી સગીરાને
ડરાવવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. મામલાની ગંભીરતાને પગલે માધવપુર પોલીસે ગુનો
નોંધ્યો છે. માધવપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya