વિકસિત ભારત ક્વિઝમાં પોરબંદરના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન.
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)ભારતને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા દેશભરમાં ‘વિકસિત ભારત ક્વિઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. MY Bharat પોર્ટલ દ્વારા યોજાનારી આ ક્વિઝમાં 15થી 29 વર્ષની વયજૂથના પાત્ર ય
વિકસિત ભારત ક્વિઝમાં પોરબંદરના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન.


પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)ભારતને

વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના

સંકલ્પને સાકાર કરવા દેશભરમાં ‘વિકસિત ભારત ક્વિઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. MY Bharat પોર્ટલ દ્વારા યોજાનારી આ ક્વિઝમાં 15થી 29 વર્ષની વયજૂથના પાત્ર યુવાનો ભાગ લઈ શકે છે. ક્વિઝ 22 ભાષાઓમાં યોજાઈ રહી છે અને તેમાં ભારત, ભારતીય વારસો, દેશની સિદ્ધિઓ, વિકાસયાત્રા તથા ‘વિકસિત ભારત @2047’ સાથે સંબંધિત વિષયો આવરી લેવામાં આવશે.

યુવાનોની

ભાગીદારીને Viksit Bharat

Challenge Track હેઠળ

પાંચ તબક્કામાં આગળ વધારવામાં આવશે. પ્રથમ તબક્કામાં Quiz (17 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026), ત્યારબાદ Essay (05થી 09 ઓક્ટોબર),

District Championship – PPT (10થી 16 નવેમ્બર), State VBYLD – PPT (17 નવેમ્બરથી 07 ડિસેમ્બર) અને અંતિમ તબક્કામાં National Dialogue (10થી 12 જાન્યુઆરી 2027)

યોજાશે.

પ્રક્રિયા દરમિયાન યુવાનોને સુશાસન, ટેકનોલોજી, રોજગાર, પર્યાવરણ, ઉદ્યોગસાહસિકતા, નવીનતા, પ્રવાસન, માનવ મૂડી, ગ્રીન ગ્રોથ અને બ્લુ ઇકોનોમી સહિતના

રાષ્ટ્રીય મહત્વના વિષયો પર પોતાના વિચારો અને ઉકેલો રજૂ કરવાની તક મળશે.

રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા યુવાનોને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

સમક્ષ પોતાના વિચારો અને ‘વિકસિત ભારત’ અંગેના વિઝન રજૂ કરવાની તક મળશે.

નાયબ

નિયામક, માય ભારત, પોરબંદર નવીન ગુલિયાએ પોરબંદર જિલ્લાના તમામ પાત્ર

યુવાનોને આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તેમણે

જણાવ્યું કે યુવાનોનું જ્ઞાન, પ્રતિભા, સર્જનાત્મકતા, નવીનતા અને નેતૃત્વ ક્ષમતા વિકસિત

ભારતના નિર્માણની મજબૂત આધારશિલા છે. તેમણે યુવાનોને ક્વિઝમાં ભાગ લઈને આગળના

તબક્કાઓમાં પણ સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande