પાલખડા-બગવદરમાં ઘાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવાની માગ
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર તાલુકાના પશુપાલકોની મુશ્કેલીને ધ્યાને લઈ પાલખડા અને બગવદર ગામે વધારાના ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવાની માગ ઉઠી છે. આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપ કેશવાલાએ જિલ્લા કલેક્ટરને પત્ર
પાલખડા-બગવદરમાં ઘાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવાની માગ


પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર

તાલુકાના પશુપાલકોની મુશ્કેલીને ધ્યાને લઈ પાલખડા અને બગવદર ગામે વધારાના ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવાની માગ ઉઠી છે. આ અંગે તાલુકા

પંચાયતના પ્રમુખ પ્રતાપ કેશવાલાએ જિલ્લા

કલેક્ટરને પત્ર પાઠવી જરૂરી

કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

હાલ પોરબંદર તાલુકાના પશુપાલકોને ખાપટ ખાતે આવેલા ઘાસ ગોડાઉન પરથી ઘાસનું વિતરણ

કરવામાં આવી રહ્યું છે. જોકે અડવાણા, મિયાણી સહિતના ગ્રામ્ય વિસ્તારો માંથી પશુપાલકોને પોરબંદર શહેર

સુધી ઘાસલેવા આવવું પડતું હોવાથી વાહન ખર્ચ

વધુ થતો હોવાની રજૂઆતો તાલુકા પંચાયતને મળી છે.

પત્રમાં

જણાવ્યા મુજબ, પાલખડા ગામના સાયકલોન શેલ્ટર અને બગવદર ગામની ગૌશાળા ખાતે વધારાના ઘાસ વિતરણ

કેન્દ્રો શરૂ કરવામાં આવે તો આસપાસના ગામોના

પશુપાલકોને નજીકથી ઘાસ મળી શકે અને વાહન ખર્ચમાં

ઘટાડો થઈ શકે. સાથે જ આ બંને સ્થળોએ કેન્દ્ર શરૂ

થતાં ખાપટ ખાતેના મુખ્ય ઘાસ ગોડાઉન પર પશુપાલકોનો ધસારો

ઘટશે અને ઘાસ વિતરણની કામગીરી વધુ સરળતાથી થઈ

શકશે.

બંને સ્થળોએ ઘાસ વિતરણ કેન્દ્ર શરૂ

કરવા પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવી તાલુકા પંચાયત

પ્રમુખે કલેક્ટરને ઘટિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande