અંગદાન જનજાગૃતિનો વ્યાપ વધારવા RDD ભાવનગર ઝોન હેઠળની 60થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં સંવાદ યોજાયો
ભાવનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપદાદા દેશમુખની પ્રેરણાથી ભાવનગર ઝોનમાં અંગદાન જનજાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવાના હેતુથી વિશેષ રીવ્યુ બેઠક અને સંવાદ કાર્યક્રમ
અંગ દાન જાગૃતિ કાર્યકમ


ભાવનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપદાદા દેશમુખની પ્રેરણાથી ભાવનગર ઝોનમાં અંગદાન જનજાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવાના હેતુથી વિશેષ રીવ્યુ બેઠક અને સંવાદ કાર્યક્રમ યોજાયો.

વિભાગીય નાયબ નિયામક (RDD) ભાવનગર ડૉ. હરેશ વાળા, RPC યોગેશ્વર ઉપાધ્યાય, સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડૉ. ચિન્મય શાહ, સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. કૈરવી દેસાઈ તથા બાળરોગ વિભાગના વડા ડૉ. મેહુલ ગોસાઈના માર્ગદર્શન હેઠળ અંગદાન જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.

RDD ભાવનગરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં ભાવનગર ઝોનની 60થી વધુ DH, SDH અને CHC આરોગ્ય સંસ્થાઓમાં અંગદાન અંગે જાગૃતિનો વ્યાપ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અંગદાન જનજાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને સર ટી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. ગણેશ બારૈયા તથા કો-ઓર્ડિનેટર, NMO ભાવનગર કેમ્પસ યુનિટના ઉપાધ્યક્ષ અને તબીબી શિક્ષક ડૉ. યશ દવે દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

બેઠકમાં ભાવનગર ઝોનના તમામ CHC, SDH અને DH ખાતે અંગદાન અંગે જાગૃતિ ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજવા, આરોગ્ય કેન્દ્રોના સ્ટાફને અંગદાનનું મહત્વ સમજાવી તેમને જનજાગૃતિના એમ્બેસેડર બનાવવા તથા ખાનગી અને ICU ધરાવતી હોસ્પિટલોને Organ Retrieval Centre તરીકે જોડવા માટે જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે ડૉ. ગણેશ બારૈયા અને ડૉ. યશ દવે દ્વારા RDD ભાવનગરના ડૉ. હરેશ વાળા, ડૉ. ચૌહાણ, યોગેશ્વર ઉપાધ્યાય તથા RDD કચેરીના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande