ગીર ગઢડા ના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે શ્રાવણ માસ ની અમાસ નિમિત્તે પૂજા
ગીર સોમનાથ 11 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે શ્રાવણ અમાસ નિમિત્તે ૩ ટન બરફમાંથી કલાત્મક શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધર્મ અને સંસ્કારના સંગમસ મા એસ જીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ
દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે શ્રાવણ માસ ની


ગીર સોમનાથ 11 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે શ્રાવણ અમાસ નિમિત્તે ૩ ટન બરફમાંથી કલાત્મક શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ધર્મ અને સંસ્કારના સંગમસ મા એસ જીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે, અમાસના પવિત્ર દિવસે મારુતિધામ ના પટાંગણમાં સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી ની પ્રેરણા તથા પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામી ના માર્ગદર્શન થી પૂજ્ય સંતો અને હરિભક્તોની સેવાથી ૩ ટન બરફનો ઉપયોગ કરીને અત્યંત કલાત્મક 'બરફા ની શિવલિંગ' તૈયાર કરવામાં આવ્યું હતું.

પવિત્ર શ્રાવણ અમાસના આ પાવન દિવસે, પરંપરાગત સુશોભન અને પ્રકૃતિની શોભાને અનુરૂપ પર્યાવરણને અનુકૂળ રીતે, તાજા નાળિયેરના પાન અને વિવિધ સુગંધિત પુષ્પોની પાખડી ઓ દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો. બરફથી બનેલા આ ભવ્ય શિવલિંગને વિવિધ સુશોભિત રંગીન બરફ તથા પુષ્પ પાખડી ઓથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું, જેના લીધે આ દ્રશ્ય ભક્તો માટે સ્વર્ગીય અનુભૂતિ કરાવતું હતું. શ્રાવણી અમાસના વહેલી સવારથી જ ગુરુકુલમાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા હતા અને શિવલિંગના દિવ્ય દર્શનનો ભક્તિભાવપૂર્વક લાભ પ્રાપ્ત કર્યો હતો.

મારુતિધામમાં કષ્ટભંજન હનુમાનજીને બિલ્વપત્ર ના વાઘા

બરફાની શિવલિંગના ભવ્ય દર્શનની સાથે સાથે, મારુતિધામમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મહારાજને શ્રાવણ અમાસ નિમિત્તે વિશેષ શિવમય શ્રૃંગાર ધરાવવામાં આવ્યો હતો. દાદાને ‘બિલ્વપત્ર’ પર હસ્તલિખિત ‘શિવ’ લખેલા અત્યંત કલાત્મક અને પવિત્ર વાઘા ધરાવવામાં આવ્યા હતા. હનુમાનજી મહારાજનો આ શિવમય અવતાર જોઈને ભક્તો આનંદિત થયા હતા અને રામ-શિવના આ અનોખા મિલાપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande