
ગીર સોમનાથ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ તાલાલા ગીરના તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીના કાંઠે બિરાજમાન ભક્ત પ્રહલાદ નાં આધગુરૂ તથા પ્રથમ યુગના ભક્ત શિરોમણી,દેશ વિદેશમાં વસવાટ કરતા અખીલ સોરઠીયા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી શ્રીબાઈ માતાજીના દિવ્ય મંદિરના વિશાળ પરીસરમાં તા.૧૩ મીને રવિવારે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સોરઠીયા પ્રજાપતિ સમાજના મોભીઓ, અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત રહેશે.
સમાજના તેજસ્વી તારલા,રમત ગમત ક્ષેત્રે વિશેષ પ્રતિભા ધરાવતા તથા સરકારી વિભાગોમાં સેવા આપી સમાજનું ગૌરવ વધારતાં જ્ઞાતિબંધુઓને શાલ ઓઢાડી સન્માનિત કરી શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.સોરઠીયા પ્રજાપતિ સમાજનો ગૌરવવંતો કાર્યક્રમ સફ્ળતાપૂર્વક દીપી ઊઠે માટે શ્રી બાઈ ધામ વ્યવસ્થાપક કમિટીએ આગોતરા આયોજન સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.સમાજ ઉપયોગી કાર્યક્રમને દિપાવવા સમાજના જ્ઞાતિબંધુઓએ ઉપસ્થિત રહેવા બાઈ ધામના પ્રમુખ મુકેશભાઈ દેવળીયા એ ખાસ અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ