શ્રાવણ વદ ચૌદશના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવને 'કૈલાશ દર્શન' શૃંગાર
ગીર સોમનાથ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસની વદ ચૌદશના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ''કૈલાશ દર્શન'' શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. કૈલાશ પર્વત એ દેવાધિદેવ મહાદેવનું પરમ નિવાસસ્થાન છે. આ અલૌકિક શૃંગારમાં કૈલ
શ્રાવણ વદ ચૌદશના પવિત્ર દિવસે


ગીર સોમનાથ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસની વદ ચૌદશના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ 'કૈલાશ દર્શન' શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા.

કૈલાશ પર્વત એ દેવાધિદેવ મહાદેવનું પરમ નિવાસસ્થાન છે. આ અલૌકિક શૃંગારમાં કૈલાશ પર્વતની વચ્ચે બિરાજમાન થઈને સોમનાથ મહાદેવ ભક્તોને દર્શન આપી રહ્યા હોય તેવી મનોહર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.

સોમનાથ મહાદેવના આ દિવ્ય શૃંગારનાં દર્શન કરી શ્રદ્ધાળુઓએ જાણે સ્વયં કૈલાશ ધામમાં દર્શન કર્યા હોય તેવી ધન્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. આ અલૌકિક દર્શનથી સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande