

પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પાંચ
દિવસ સુધી ચાલેલા લોકમેળાનો પોરબંદરવાસીઓએ ઉત્સાહભેર આનંદ માણ્યો, પરંતુ હવે શહેર સામે પાણીની ગંભીર પરિસ્થિતિ ઊભી થવાના સંકેતો મળી રહ્યા
છે. પોરબંદર જિલ્લામાં ચાલુ
વર્ષે વરસાદની સ્થિતિ અત્યંત નબળી રહી છે અને આશરે 82 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
વરસાદના અભાવે શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય બંને ડેમમાં પણ
પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે.પોરબંદર માટે મુખ્ય જળસ્ત્રોત એવા ખંભાળા અને ફોદાળા ડેમમાં હાલ મર્યાદિત પાણીનો જથ્થો
બચ્યો છે. ખંભાળા ડેમમાં માત્ર 24.21 ટકા, જ્યારે ફોદાળા ડેમમાં 36.03 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે.
હાલની સ્થિતિ જોતા બંને ડેમમાં
રહેલો જથ્થો આશરે બે માસ સુધી જ ચાલે તેવી સ્થિતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી
દિવસોમાં સારો વરસાદ નહીં પડેતો પોરબંદર માટે પાણીની મુશ્કેલી વધુ વિકટ બની શકે છે. પાંચ થી સાત દિવસે પાણી મળતું હોવાની ફરિયાદો પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં હાલ
પાણી વિતરણને લઈને લોકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે.
કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસે, તો કેટલાક વિસ્તારોમાં છ થી સાત દિવસે
પાણી પહોંચતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
પાણીના ઓછા જથ્થા વચ્ચે આગામી સમયમાં આ સમસ્યા વધુ ગંભીર
ન બને તે માટે અત્યારથી જ આયોજન કરવાની જરૂરિયાત ઉભી
થઈ છે.
પોરબંદર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા દર ત્રણ દિવસે રાખવામાં આવી છે. પાણીના
ફોર્સ પ્રમાણે ટાંકીઓ ભરવામાં
આવે છે અને ત્યારબાદ અલગ-અલગ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. જેના કારણે
કેટલાક વિસ્તારોમાં એકાદ દિવસ
આગળ-પાછળ પાણી પહોંચવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya