પોક્સો-અપહરણ-દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીને રાણાવાવ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો, અપહરણ અને બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને રાણાવાવ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. બે સગીર બહેનો સાથે દુષ્કર્મની
પોક્સો-અપહરણ-દુષ્કર્મના  ગુનામાં ફરાર  આરોપીને  રાણાવાવ  પોલીસે ગણતરીના  કલાકોમાં  દબોચી  લીધો.


પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ

પોલીસ સ્ટેશનમાં પોક્સો, અપહરણ અને બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા

ફરતા આરોપીને રાણાવાવ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી

પાડ્યો છે. બે સગીર બહેનો સાથે દુષ્કર્મની

ફરીયાદ રાણાવાવ પોલીસ મથકે નોંધાઈ હતી.

પોલીસની

વિગતો મુજબ રાણાવાવ પોલીસના પોક્સો ગુનાનો

આરોપી ફરાર હતો. નાસતા ફરતા આરોપીઓને ઝડપી

પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં

આવેલી સૂચનાના અનુસંધાને રાણાવાવ ડિવિઝનના

નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના

માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસની ટીમ આરોપીની શોધખોળમાં હતી. દરમિયાન રાણાવાવ સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસે

સંજય પાલાભાઈ બાબરીયા રહે. લાંબા ગામ, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકાને ઝડપી પાડ્યો

હતો.

રાણાવાવ પોલીસે તેની સામેની આગળની

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande