જામનગરના ચેલામાં કારખાનાના મશીનમાં શર્ટ ફસાઈ જતાં બિહારી શ્રમિક યુવાનનું કરૂણ મોત
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના ચેલા વિસ્તારમાં આવેલા એક ઔદ્યોગિક કારખાનામાં મશીનમાં શર્ટ ફસાઈ જવાની દુર્ઘટનામાં મૂળ બિહારના ૨૦ વર્ષીય શ્રમિક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. ચેલા ખાતે આવેલા ઇન્ડિયન બ્રાસ નામના કારખાનામાં ડ્રો મશીનમા
આપઘાત મોત


જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર તાલુકાના ચેલા વિસ્તારમાં આવેલા એક ઔદ્યોગિક કારખાનામાં મશીનમાં શર્ટ ફસાઈ જવાની દુર્ઘટનામાં મૂળ બિહારના ૨૦ વર્ષીય શ્રમિક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. ચેલા ખાતે આવેલા ઇન્ડિયન બ્રાસ નામના કારખાનામાં ડ્રો મશીનમાં કામ કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને ત્વરિત સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતવાર માહિતી અનુસાર, જામનગર તાલુકાના ચેલા વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર ૨૪૧માં સ્થિત 'ઇન્ડિયન બ્રાસ' નામના કારખાનામાં મૂળ બિહારના વતની અને ૨૦ વર્ષીય શ્રમિક રહીસકુમાર સંતોષપાલ મજૂરી કામ કરતા હતા. ૧૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યાના સુમારે તેઓ કારખાનામાં ડ્રો મશીનમાં સળિયા નાખવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનું શર્ટ ચાલુ ડ્રો મશીનમાં ફસાઈ ગયું હતું. શર્ટ મશીનની અંદર ખેંચાઈ જવાના કારણે રહીસકુમારનો હાથ પણ મશીનમાં આવી ગયો હતો અને તેમને ડાબા ખભાથી લઈને છાતીના ભાગ સુધી અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

ઈજા એટલી ગંભીર હતી કે યુવાનના શરીરમાંથી અંદરના અવયવો બહાર આવી ગયા હતા, જેના પગલે કારખાના પરિસરમાં અફરાતફરી અને ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં ઘવાયેલા રહીસકુમારને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની શારીરિક સ્થિતિ વધુ નાજુક બનતાં આખરે તેમનું કરૂણ અવસાન થયું હતું. આ દુઃખદ ઘટના સંદર્ભે સોનુકુમાર બ્રહ્મદેવ ભગત દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અપમૃત્યુનો અહેવાલ નોંધી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande