પારડીના ગુજસીટોક સહિત 5 ગુનાઓમાં નાસતો ફરતો આરોપી LCBના હાથે ઝડપાયો
વલસાડ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ નાસતા ફરતા વોન્ટેડ આરોપી ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડાની ધરપકડ કરી છે. આરોપી પારડી પોલીસ સ્ટેશનના GUJCTOCના ગુના ઉપરાંત વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન અને સુરત ગ્રામ્યના મહુવા પોલીસ
વોન્ટેડ આરોપી


વલસાડ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ નાસતા ફરતા વોન્ટેડ આરોપી ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડાની ધરપકડ કરી છે. આરોપી પારડી પોલીસ સ્ટેશનના GUJCTOCના ગુના ઉપરાંત વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન અને સુરત ગ્રામ્યના મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓમાં વોન્ટેડ હતો.

પોલીસના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિકારીઓની સૂચના અને LCB PI એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન PSI જે.જી. વસાવાની ટીમને મળેલી બાતમીના આધારે દલવાડા, સ્કૂલ ફળિયા, નાની દમણ ખાતે રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી સામે પારડી પોલીસ સ્ટેશનમાં GUJCTOC એક્ટ હેઠળનો એક ગુનો નોંધાયેલ છે. ઉપરાંત વલસાડ રૂરલ, પારડી પોલીસ સ્ટેશનના બે ગુના તથા સુરત ગ્રામ્યના મહુવા પોલીસ સ્ટેશનનો એક મળી કુલ ચાર પ્રોહિબિશનના ગુનાઓમાં પણ તે વોન્ટેડ હતો.

આ ઉપરાંત પોલીસ રેકોર્ડ મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ વલસાડ, પારડી, વાપી ટાઉન અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કુલ 10 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

આ કામગીરી LCBના PSI જે.જી. વસાવા, PSI જે.બી. ધનેશા, PSI જે.જી. પરમાર તથા પોલીસ સ્ટાફ અને પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande