પોરબંદરના દેગામમાં કચરો નાખવા બાબતે મનદુઃખમાં યુવક પર કુહાડીથી હુમલો
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર તાલુકાના દેગામ ગામે રહેણાંક મકાન પાછળના પ્લોટમાં કચરો નાખવા બાબતે ચાલતું મનદુઃખ ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન યુવક પર પથ્થરના ઘા કર્યા બાદ કુહાડી વડે માથામાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચ
પોરબંદરના દેગામમાં કચરો નાખવા બાબતે મનદુઃખમાં યુવક પર કુહાડીથી હુમલો


પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર

તાલુકાના દેગામ ગામે રહેણાંક મકાન પાછળના પ્લોટમાં કચરો નાખવા બાબતે ચાલતું મનદુઃખ ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન

યુવક પર પથ્થરના ઘા કર્યા બાદ કુહાડી વડે

માથામાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની

ફરિયાદ બગવદર પોલીસ મથકે નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ દેગામના વણકરવાસમાં રહેતા સંજય પીઠાભાઈ સાદીયાના મકાન પાછળ છગન હીરાભાઈ રાઠોડે પ્લોટ લીધો હતો. આ પ્લોટમાં

કચરો નાખવા બાબતે બંને વચ્ચે અગાઉથી મનદુઃખ ચાલતું હોવાનું ફરિયાદમાં જણાવાયું

છે. ત્યારે દેગામ પ્રાથમિક શાળા પાસે આ મુદ્દે

બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ છગન રાઠોડે સંજયભાઈને છૂટા પથ્થરના ઘા મારી ગાળો આપી હતી અને ધમકી આપીને કુહાડી વડે સંજયભાઈ ઉપર હુમલો કર્યો હતો.

આ હુમલામાં સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું

છે. બનાવ અંગે બગવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande