આસામના શોણિતપુર જિલ્લામાં ટ્રક અને ઇકો વાહન વચ્ચે ટક્કર, પાંચ યુવકોના મોત
શોણિતપુર, નવી દિલ્હી,12 સપ્ટેમ્બર (હિ.સ.) આસામના શોણિતપુર જિલ્લામાં બાલીપારા નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં, પાંચ યુવકોના કરુણ મોત થયા. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-15 પર ટુબુકીઝાર સ્થિત મીટ સપ્લાય વિસ્તારમાં થયો, જ્યાં તેજ ગતિના ટ્રક અને ઇકો વાહન
અસમ


શોણિતપુર, નવી દિલ્હી,12 સપ્ટેમ્બર (હિ.સ.) આસામના શોણિતપુર જિલ્લામાં બાલીપારા નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં, પાંચ યુવકોના કરુણ મોત થયા. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-15 પર ટુબુકીઝાર સ્થિત મીટ સપ્લાય વિસ્તારમાં થયો, જ્યાં તેજ ગતિના ટ્રક અને ઇકો વાહન વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવકોની ઓળખ સંજય મેષ, લાટુમની (પાપુ) બોરા, નયન સ્વર્ગીયારી, પ્રાંજલ બનિયા અને હરબિંદ (ગોવિંદ) હાજોવારી તરીકે થઈ છે. તમામ મૃતકો ઓહની પથાર બટાબારી વિસ્તારના રહેવાસી હોવાનું જણાવાઈ રહ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, બંને વાહનો વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યા હતા. આ દરમિયાન, તેજ ગતિના ટ્રકે ઇકો વાહનને સામેથી જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે, ઇકો વાહન રસ્તા પરથી નીચે ઊંડી ખાઈમાં ખાબક્યું.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. લોકોએ તરત જ પોલીસને જાણ કરી અને રાહત તથા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પોલીસે લોકોની મદદથી વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. અકસ્માતગ્રસ્ત ઇકો વાહનમાંથી દારૂની ઘણી બોટલો પણ મળી આવી છે. જોકે, આ બોટલોનો અકસ્માત સાથે શું સંબંધ છે, તે હજુ સ્પષ્ટ નથી.

પોલીસે અકસ્માતના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે. તેજ ગતિ, વાહનોની સ્થિતિ અને અકસ્માત સાથે સંકળાયેલા અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande