બ્રિક્સ શિખર સંમેલનના અવસરે, વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18મા બ્રિક્સ શિખર સંમેલનના અવસરે મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બંને નેતાઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીની મલેશિયા યાત્રા પછી દ્વિપક્ષીય સં
પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી.


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18મા બ્રિક્સ શિખર સંમેલનના અવસરે મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બંને નેતાઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીની મલેશિયા યાત્રા પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી.

વડાપ્રધાન મોદીએ, ભારતમાં આગમન પર વડાપ્રધાન ઇબ્રાહિમનું સ્વાગત કર્યું અને બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગીદાર દેશ તરીકે મલેશિયાની ભાગીદારીની પ્રશંસા કરી.

ભારત અને મલેશિયાના વડાપ્રધાન કાર્યાલયે નિવેદન જારી કરીને જણાવ્યું કે, બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સેમિકન્ડક્ટર, માળખાકીય સુવિધાઓ, ડિજિટલ અર્થતંત્ર, ઊર્જા, નાણાકીય ટેકનોલોજી, શિક્ષણ, પર્યટન અને લોકો વચ્ચેના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગની પ્રગતિની સમીક્ષા કરી.

બેઠક દરમિયાન વડાપ્રધાન ઇબ્રાહિમે સબાહના કોટા કિનાબાલુમાં ભારતનું મહાવાણિજ્ય દૂતાવાસ સ્થાપિત કરવા પર મલેશિયાની સંમતિની જાણકારી આપી.

વડાપ્રધાન મોદીએ ભારત-આસિયાન સંબંધોને મજબૂત કરવામાં મલેશિયાના સતત સહયોગની પ્રશંસા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના વિવિધ મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

બંને પક્ષોએ ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande