બ્રિક્સ શિખર સંમેલનનો ભવ્ય પ્રારંભ, શી જિનપિંગ દિલ્હી માટે રવાના, રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન.
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ શિખર સંમેલનનો પ્રારંભ થઈ ગયો છે. ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા બે દિવસીય શિખર સંમેલન માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં
વીદકે


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ શિખર સંમેલનનો પ્રારંભ થઈ ગયો છે. ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા બે દિવસીય શિખર સંમેલન માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બીજિંગથી રવાના થઈ ગયા છે. જ્યારે, બેલારુસ ગણરાજ્યના વિદેશ મંત્રી મેક્સિમ રિઝેન્કોવ આ શિખર સંમેલન 2026 માટે શનિવારે ભારત પહોંચ્યા.

ભારતની યજમાનીમાં આયોજિત 18મા બ્રિક્સ શિખર સંમેલન 2026ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બ્રિક્સ શિખર સંમેલન માટે સુરક્ષા કડક કરવામાં આવી છે. બ્રિક્સ સમિટ માટે દિલ્હી એરપોર્ટ રોડને તિરંગાની રોશનીમાં ઝગમગાવવામાં આવ્યો છે. આ બ્રિક્સ શિખર સંમેલનમાં વિશ્વભરના 21 દેશોના નેતાઓનું નવી દિલ્હીના ભારત મંડપમમાં એકઠા થવાનો સિલસિલો ચાલુ છે.

ચીનના ગ્લોબલ ટાઈમ્સ દ્વારા જારી કરાયેલા એક ટ્વીટ માં જણાવાયું છે કે, શિનહુઆ (Xinhua) અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બીજિંગથી રવાના થઈ ગયા છે. તેમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમંત્રિત કર્યા છે. 18મું બ્રિક્સ શિખર સંમેલન 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત થઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાના અભૂતપૂર્વ અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

18મા બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રિક્સના સભ્ય અને સહયોગી દેશોના નેતાઓ તેમજ આઉટરીચ માટે આમંત્રિત નેતાઓ પણ સામેલ થશે. આ વર્ષના શિખર સંમેલનની થીમ છે સુદ્રઢતા, નવીનતા, સહયોગ અને સતત વિકાસ માટે નિર્માણ. ભારત બ્રિક્સનો સ્થાપક સભ્ય છે અને આ પહેલા 2012, 2016 અને 2021માં તેની અધ્યક્ષતા કરી ચૂક્યું છે.

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગભગ 15,000 દિલ્હી પોલીસકર્મીઓ અને અર્ધસૈનિક દળોની 200 કંપનીઓ (કુલ 30 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ) તૈનાત કરવામાં આવી છે.

ભારત મંડપમ અને તેની આસપાસના વિસ્તારોમાં ખૂણેખૂણે નજર રાખવા માટે ચહેરાની ઓળખ અને ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ પ્રણાલી ધરાવતા 500થી પણ વધુ હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

વીવીઆઈપી રૂટો, એરપોર્ટ અને હોટલોની સુરક્ષા કરવા માટે એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ) કમાન્ડો, એન્ટી-ડ્રોન સિસ્ટમ, સ્નાઈપર અને એન્ટી-સેબોટેજ ટીમોને તૈનાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત 18મા બ્રિક્સ શિખર સંમેલન 212-13 સપ્ટેમ્બર, 2026માં 11 પૂર્ણ સભ્ય દેશો અને 10 ભાગીદાર દેશો સહિત કુલ 21 દેશોના નેતાઓ સામેલ થઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande