
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ
તાલુકાના બિલેશ્વર ગામના વાડી
વિસ્તારમાં સીમાશાળા-૨ પાસે વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પર થી રૂ.87,800 રોકડા અને ગંજીપાનાં 52 પત્તા સહિતનો મુદ્દામાલકબજે કર્યો હતો.
પોલીસના અહેવાલ મુજબ, રાણાવાવના બિલેશ્વર ગામના વાડી વિસ્તારમાં સીમાશાળા-૨ પાસે આરોપી આવડાભાઈ લખુભાઈ કેશવાલાની વાડીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન આવડાભાઈ લખુભાઈ કેશવાલા (43), ખીમાભાઈ માલદેભાઈ આગઠ (33),
લખમણભાઈ રાજશીભાઈ મોઢવાડિયા (38), દેવશીભાઈ હરદાસભાઈ પરમાર (39) અને માલદેભાઈ સામતભાઈ કેશવાલા (40) મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી આવડાભાઈ લખુભાઈ કેશવાલાએ પોતાના કબજાના વાડીના મકાનમાં અન્ય આરોપીઓને બોલાવી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ગંજીપાનાં 52 પત્તા, રૂ.87,800 રોકડા મળી કુલ રૂ.87,800નો મુદ્દામાલ કબજે કરી તમામ પાંચ આરોપીઓ સામે રાણાવાવ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya