

પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : બેંકમાં
ગીરવે મુકેલા સોનાના દાગીના છોડાવી સોની વેપારીને વેચવાની લાલચ આપી તેમના પાસેથી પોતાના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવી
દાગીના નહીં આપીને રૂ.5.20 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં પોરબંદર પોલીસે બે આરોપીઓ ને
ઝડપી લીધા છે. પોલીસે બંને પાસે થી રૂ.1.88 લાખ રોકડા રિકવર કર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, પોરબંદરના મહેશ ભગવાનજીભાઈ જોગીયાએ 9 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સેજાદ યુસુફ
મીરા એએસબીઆઈ બેંકમાં સોનાના દાગીના ગીરવે
મુક્યા હોવાનું જણાવી દાગીના વેચવાની લાલચ આપી હતી. ગોલ્ડ લોનની રકમ ભરી દાગીના
છોડાવી આપવા માટે ફરિયાદી પાસેથી પોતાના બેંક
ખાતામાં રૂ.2.20 લાખ જમા કરાવ્યા હતા. જોકે, બાદમાં દાગીના
કે રૂપિયા પરત કર્યા ન હોતા. આ જ રીતે અન્ય એક સાહેદ પાસેથી પણ રૂ.3 લાખ મેળવી દાગીના
નહીં આપી કુલ રૂ.5.20 લાખની છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે. આ મામલે
કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.પોરબંદર
પોલીસે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સના
આધારે તપાસ હાથ ધરતા સેજાદ યુસુફ મીરા અને
પ્રવીણ મનસુખભાઈ પરમાર ઝડપાયા હતા. પોલીસે
તેમની પાસેથી રૂ.1,88,000 રોકડા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ તપાસ મુજબ આરોપીઓ
સોની વેપારીઓનો સંપર્ક કરી પોતે ગોલ્ડ
ફાઇનાન્સ કંપનીમાં સોનાના દાગીના ગીરવે મુક્યા હોવાનું
કહેતા હતા.
દાગીના છોડાવવા માટે લોનની રકમ ભરવાની
જરૂર હોવાનું જણાવી વેપારીઓને પોતાની સાથે
બેંકમાં લઈ જતા અને ત્યારબાદ પોતાના ખાતામાં
રૂપિયા જમાક રાવતા હતા. રકમ મળ્યા બાદ દાગીના
આપ્યા વિના છેતરપિંડી કરતા હોવાની વિગતો સામે આવી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya