ભાજપના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી પોરબંદર શહેર તથા તાલુકા મંડળ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન–જિલ્લા કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની
ભાજપના ‘સેવા સંકલ્પ અભિયાન’અંતર્ગત   જિલ્લા કાર્યશાળા યોજાઈ.


ભાજપના ‘સેવા સંકલ્પ અભિયાન’અંતર્ગત   જિલ્લા કાર્યશાળા યોજાઈ.


ભાજપના ‘સેવા સંકલ્પ અભિયાન’અંતર્ગત   જિલ્લા કાર્યશાળા યોજાઈ.


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારતીય

જનતા પાર્ટી પોરબંદર શહેર તથા તાલુકા મંડળ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન–જિલ્લા કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની સેવા, સમર્પણ, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને જનજન સુધી પહોંચાડવા અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારી વિવિધ સેવાપ્રવૃત્તિઓ, જનસંપર્ક કાર્યક્રમો અને સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચેતે માટે કાર્યકર્તાઓને સક્રિય કામગીરીકરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખડૉ. ચેતના તિવારી, જિલ્લા મહામંત્રી પ્રવીણ ખોરાવા અને પ્રવીણ ઓડેદરા, ઉપપ્રમુખ કપિલ કોટેચા, શહેર મંડળ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, તાલુકા મંડળ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, સિનિયર આગેવાન રામદેવ મોઢવાડિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતરહ્યા હતા. જિલ્લા કારોબારી સભ્યો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, મોરચાના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી.

અંતે સંગઠનને વધુ મજબૂત બનાવી સેવા અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande