મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને PGVCL પોરબંદર વર્તુળના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને પોરબંદરના વિલા સર્કિટ હાઉસ ખાતે PGVCL પોરબંદર વર્તુળના અધિકારીઓ અને ઈજનેરો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પોરબંદર જિલ્લામ
વન  અને  પર્યાવરણ  મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને  PGVCL પોરબંદર વર્તુળના અધિકારીઓ  સા થે  બેઠક   યોજાઈ.


વન  અને  પર્યાવરણ  મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને  PGVCL પોરબંદર વર્તુળના અધિકારીઓ  સા થે  બેઠક   યોજાઈ.


વન  અને  પર્યાવરણ  મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને  PGVCL પોરબંદર વર્તુળના અધિકારીઓ  સા થે  બેઠક   યોજાઈ.


વન  અને  પર્યાવરણ  મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને  PGVCL પોરબંદર વર્તુળના અધિકારીઓ  સા થે  બેઠક   યોજાઈ.


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : વન

અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને પોરબંદરના વિલા સર્કિટ હાઉસ

ખાતે PGVCL પોરબંદર વર્તુળના અધિકારીઓ અને ઈજનેરો

સાથે બેઠક યોજાઈ હતી. બેઠક

દરમિયાન પોરબંદર જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિ, વીજ વ્યવસ્થા તેમજ PGVCL દ્વારા

હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરીની મંત્રીએ સમીક્ષા કરી હતી. વીજ ગ્રાહકોને નિયમિત

અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે જરૂરી કામગીરી સમયસર અને અસરકારક

રીતે હાથ ધરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

મંત્રીએ

અધિકારીઓ અને ઈજનેરોને વધુમાં વધુ ફિલ્ડ વિઝિટ કરી વીજ વ્યવસ્થાની સ્થળ પર સમીક્ષા

કરવા તેમજ સ્થાનિક વીજ સમસ્યાઓનો શક્ય તેટલો સ્થળ પર જ નિકાલ થાય તે માટે કામગીરી

કરવા તાકીદ કરી હતી. સર્વિસ વાયર, વિવિધ

ફિડરની સ્થળ ચકાસણી, વીજ ફોલ્ટનું સમયસર નિરાકરણ અને વીજ

વ્યવસ્થાની નિયમિત ચકાસણી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

UG (અંડરગ્રાઉન્ડ) સ્કીમ હેઠળ વીજ વાયરને

ભૂગર્ભમાં નાખવાની કામગીરી માટે મનપા સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ

જણાવ્યું હતું. તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ, PGVCLના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે અને

વીજળી સંબંધિત લોકસમસ્યાઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે સંકલિત રીતે કામગીરી કરવા

સૂચના આપવામાં આવી હતી.

સ્માર્ટ

મીટર અંગે ગ્રાહકોમાં યોગ્ય જનજાગૃતિ આવે તે માટે જરૂરી પ્રયાસો કરવા તેમજ સ્માર્ટ

મીટર અંગે કોઈ ગ્રાહકને પ્રશ્ન કે સમસ્યા હોય તો તેને પ્રાથમિકતા ધોરણે સાંભળી

સમયસર તેનું નિરાકરણ લાવવા પણ મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.

વીજચોરી

સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ કાર્યવાહી દરમિયાન કોઈ નિર્દોષ ગ્રાહકને દંડ ન થાય તેની ખાસ

તકેદારી રાખવા મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં

PGVCL પોરબંદર વર્તુળના અધિક્ષક ઈજનેર ભરત પટેલ, અગ્રણી સર્વ વિરમ કારાવદરા, રામદેવ ઓડેદરા, આવડાભાઈ

ઓડેદરા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના

અધ્યક્ષ કેશુભાઈ ઓડેદરા, લખુભાઈ કારાવદરા સહિતના જનપ્રતિનિધિઓ

તેમજ PGVCL પોરબંદર વર્તુળના સંબંધિત અધિકારીઓ અને

ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande