પાટણમાં ડાયનેમિક કેરિયર એકેડમીમાં AI કોચિંગ ક્લાસનો પ્રારંભ
પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના કસારવાડા-છીડીયા રોડ પર યમુના વાડી પાસે આવેલી ડાયનેમિક કેરિયર એકેડમીમાં ડાયનેમિક ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. પાટણ અને આસપાસના વિદ્યાર્થીઓ તેમજ લેઉવા પાટીદ
પાટણમાં ડાયનેમિક કેરિયર એકેડમીમાં AI કોચિંગ ક્લાસનો પ્રારંભ


પાટણમાં ડાયનેમિક કેરિયર એકેડમીમાં AI કોચિંગ ક્લાસનો પ્રારંભ


પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના કસારવાડા-છીડીયા રોડ પર યમુના વાડી પાસે આવેલી ડાયનેમિક કેરિયર એકેડમીમાં ડાયનેમિક ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. પાટણ અને આસપાસના વિદ્યાર્થીઓ તેમજ લેઉવા પાટીદાર સમાજના યુવાનોને AI ક્ષેત્રે વ્યવહારુ તાલીમ આપવાના હેતુથી શરૂ કરાયેલા આ વર્કશોપમાં હાલ 50થી વધુ યુવાનો તાલીમ લઈ રહ્યા છે. વર્કશોપ દર શનિવારે યોજાશે.

કાર્યક્રમમાં ડાયનેમિક ફાઉન્ડેશનના ટ્રસ્ટી બી. કે. પટેલે AI કોર્સ વિશે માહિતી આપતાં યુવાનોને માત્ર AI યુઝર નહીં, પરંતુ ક્રિએટર બનવાની અપીલ કરી હતી. તેમણે નિયમિતતા, સખત મહેનત અને સકારાત્મક વિચાર સાથે આગળ વધવા જણાવ્યું હતું. અરવિંદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ તાલીમમાં ચાર્મિસ મણિયાર ટ્રેનર તરીકે વિદ્યાર્થીઓને AI અને વિવિધ ટૂલ્સનો વ્યવહારુ ઉપયોગ શીખવશે. અભ્યાસ, સંશોધન, પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન અને કારકિર્દી વિકાસમાં AIના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, નાગરિક સહકારી બેંકના ચેરમેન દિલીપ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંજય પટેલે એકેડમી શિક્ષણને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનું વ્યવસ્થાપન બી. કે. પટેલ અને દિક્ષિત પટેલે કર્યું હતું. આયોજનને સફળ બનાવવા મહેન્દ્ર પટેલ, હરેશ પટેલ, ભગા પટેલ અને પરેશ પટેલે સહયોગ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande