પોરબંદર આંગણવાડી ઘટક-1 ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ.
પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.)રાષ્ટ્રીય પોષણ માસ-2016 ની ઉજવણી અંતર્ગત આઈસીડીએસ કચેરી, ઘટક-1 ખાતે ટેક હોમ રેશન (THR) તથા મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓ, મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણ સ્તરમાં
પોરબંદર આંગણવાડી ઘટક-1 ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ.


પોરબંદર આંગણવાડી ઘટક-1 ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ.


પોરબંદર આંગણવાડી ઘટક-1 ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ.


પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.)રાષ્ટ્રીય પોષણ માસ-2016 ની ઉજવણી અંતર્ગત આઈસીડીએસ કચેરી, ઘટક-1 ખાતે ટેક હોમ રેશન (THR) તથા મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓ, મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ કેળવવાનો હતો.

આ પ્રસંગે સરકાર દ્વારા કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી મહિલાઓ તથા બાળકોને વિનામૂલ્યે આપવામાં આવતા ટેક હોમ રેશનમાંથી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી તેનું લાભાર્થીઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, દૈનિક આહારમાં મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, રાગી સહિતના જાડા ધાન્યનો સમાવેશ કરવાના મહત્વ તથા તેના પોષણલક્ષી ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા બીજમાંથી રોપા બનવાની પ્રક્રિયાને સુંદર બાળગીત અને અભિનય દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.

THR તથા મિલેટ વાનગી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ તથા લાભાર્થીઓ દ્વારા પોષણ શપથ ગ્રહણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા,જિલ્લા પ્રોગ્રામ ઓફિસર,બાળ વિકાસ યોજનાઅધિકારી–ઘટક-1, વિસ્તરણ અધિકારી (ખેતી), ગોઢાણિયા કોલેજના હોમ સાયન્સ વિભાગના પ્રોફેસર તેમજ આરોગ્ય વિભાગ અને આઈસીડીએસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande