જામનગર જિલ્લાના 10 દિવ્યાંગજનોને કલેક્ટરના હસ્તે ગાર્ડિયનશીપ પ્રમાણપત્ર એનાયત કરાયા
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકલ લેવલ કમિટી (LLC) દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે ૧૦ દિવ્યાંગજનોને કાનૂની વાલીપણાના (ગાર્ડિયનશીપ) પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્
દિવ્યાંગજનોને કાનૂની વાલીપણાના (ગાર્ડિયનશીપ) પ્રમાણપત્રો એનાયત


જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકલ લેવલ કમિટી (LLC) દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે ૧૦ દિવ્યાંગજનોને કાનૂની વાલીપણાના (ગાર્ડિયનશીપ) પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી અને સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારના સામાજિક ન્યાય અને સત્તાધિકારીતા મંત્રાલય હેઠળના નેશનલ ટ્રસ્ટ એક્ટ, ૧૯૯૯ અંતર્ગત કાર્યરત લોકલ લેવલ કમિટી એક જિલ્લા સ્તરની વૈધાનિક સમિતિ છે. દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાતી આ સમિતિમાં સ્થાનિક કલ્યાણ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ કમિટી ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, બૌદ્ધિક અક્ષમતા અને બહુવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે કાનૂની વાલીની નિમણૂક કરવાની કાયદાકીય સત્તા ધરાવે છે. દિવ્યાંગ વ્યક્તિના માતા-પિતા, પરિવારના સભ્યો અથવા રજિસ્ટર્ડ સ્થાનિક સંસ્થાઓ કાનૂની વાલીપણા માટે અરજી કરી શકે છે. નિમાયેલા વાલીએ દિવ્યાંગ વ્યક્તિની યોગ્ય સંભાળ, સુરક્ષા અને તેમની મિલકતોનું સુચારુ સંચાલન તે વ્યક્તિના શ્રેષ્ઠ હિતમાં કરવાનું રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande