વિસાવદરના સરસઇ મુકામે શૈક્ષિક મહાસંઘ આયોજિત સંત રવિદાસજીના જીવન કવન વિશે વ્યાખ્યાન યોજાયું
જૂનાગઢ 13 સપ્ટેમ્બર (હિ.સ.) વિસાવદર પાસેના સરસઇ મુકામે સંત રોહીદાસ આશ્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (વિદ્યાલય શિક્ષા) પ્રેરિત સંત શિરોમણી રહીદાસજીના જીવન ચરિત્ર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ ઢોલ, શરણાઈના નાદ
વિસાવદરના સરસઇ મુકામે શૈક્ષિક


જૂનાગઢ 13 સપ્ટેમ્બર (હિ.સ.) વિસાવદર પાસેના સરસઇ મુકામે સંત રોહીદાસ આશ્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (વિદ્યાલય શિક્ષા) પ્રેરિત સંત શિરોમણી રહીદાસજીના જીવન ચરિત્ર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ.

સૌ પ્રથમ ઢોલ, શરણાઈના નાદ સાથે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ કમ બ્રહ્માનંદ વિદ્યાલયના શિલ્પી પૂ.મુક્તાનંદબાપુ તથા સંત સાહિત્ય અને લેખક નાથાલાલ ગોહેલ તેમજ શૈક્ષિક સંઘ સંગઠન મંત્રી સરદારસિંહ મછારનું આગમન થતા માનભેર વ્યાખ્યાન હોલમાં પધારેલ.

બાદ મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય. બાદ કાર્યક્રમની મંગલ શરૂઆત નિરુબેન મહિડા, જાગૃતીબેન હરિયાણી, અને નયનાબેન મારડિયા એ મધુર કંઠે સરસ્વતી વંદના રજૂ કરેલ. ત્યારબાદ શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ પૂ. મુક્તાનંદજીબાપુને પુષ્પમાળા તથા શાલ, મહાનુભવો તથા પત્રકારશ્રીઓને પુષ્પગુચ્છ અને બુકલેટ એનાયત કરી સન્માનિત કરેલ. બાદ શૈક્ષિક સંઘના રાજ્ય પ્રતિનિધિ સુરેશભાઈ ખુમાણે ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરી પરિચય કરાવેલ.

ત્યારબાદ સરદારસિંહ મછાર તથા નાનાલાલ ગોહેલ એ પ્રસંગ ઉચિત ઉદબોધનમાં જણાવેલ કે સંત રહીદાસજીનો જન્મ બનારસમાં, પરંતુ પોતાની સફર યાત્રામાં જુનાગઢના વિસાવદર પાસેના સરસઇ ગામમાં આશ્રમ સ્થાપી તપોભૂમિ અને કર્મભૂમિ બનાવી. ગુજરાત શૈક્ષિક સંઘના માધ્યમથી આવા મહાપુરુષોના જીવન ચરિત્ર પુસ્તકો પ્રકાશિત કરી તેમના આદર્શ વિચારો જનજન સુધી પહોંચે તેવા પ્રયત્નો કરે છે. સંતો નું પહેલું કામ પોતાની ઓળખ ભૂલી જાય છે સંતની નામના વધે એટલે વિરોધીઓ વધે પરમ તત્વ એટલે શું ? ચાર પ્રહર વિશેની વિસ્તૃત ચર્ચા કરી બાદ આજે સંતોની જન્મજયંતી ઉજવવાનો સાચો અર્થ તેમના જન્મદિવસને યાદ કરવો નહીં પરંતુ તેમના આદર્શ વિચારો આપણા જીવનમાં ઉતારવા તેમનો પ્રસિદ્ધ સંદેશ 'મન ચંગા તો કઠૌવતીમાં ગંગા'.

ત્યારબાદ પૂ.મુક્તાનંદ બાપુએ આશીર્વચનો પાઠવતા જણાવેલ કે રાષ્ટ્ર સર્વોપરી છે. સંતનો અર્થ જીવસૃષ્ટિને ફાયદો થાય તેવા કાર્યો સાક્ષીભાવે કરવા. સમાજ કે રાષ્ટ્ર વિરોધીઓનો સ્વીકાર ન કરો. શિક્ષણ કાર્યમાં પરિવર્તનની તાતી જરૂરિયાત છે. સર્વલક્ષી, જીવલક્ષી દષ્ટિકોણનો વ્યાપ વધારો. સમાજમાં કેમ ઉપયોગી થવું, ખંડન નહીં પરંતુ સર્જન તરફ આગળ વધવા અનુરોધ કરેલ વિચાર સારો હોય તો મદદ કરનારા ચારે બાજુથી આવી જાય. આપણા માટે બધું તૈયાર કરી આપે એ પ્રકૃતિ તત્વ. શિક્ષકે રાષ્ટ્રને કેમ મજબૂત બનાવવો એ સંતોના જીવન ચરિત્રો વાંચવાથી આપણામાં શુદ્ધ વિચારોની સરવાણી ચાલુ રહેશે. સંત રહીદાસજીના આ તપોભૂમિને સ્પર્શતા આદર્શ વિચારોના સ્પંદનો ઉદભવે છે. પૂ.મુક્તાનંદબાપુના કર કમળો દ્વારા સંત રવિદાસજીના જીવન ચરિત્રની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો લીનાબેન કાવાણી, (જિ.પં.પ્રમુખ), હંસાબેન સવસાણી (શિક્ષણ ચેરમેન), સોનલબેન દુધાત (સરપંચ ગ્રા. પં.સરસઇ), સી.વી.જોશી (વરિષ્ઠ પત્રકાર વિસાવદર), અશોકભાઈ વાણવી (જિ.ના. શિક્ષણાધિકારી), જયદીપભાઇ રીબડીયા (તા. પં.સદસ્ય), ભાનુભાઈ જોશી (ચાપરડા આનંદધારા પ્રોજેક્ટ પ્રતિનિધિ), ચંદુભાઈ પરમાર (આશ્રમના પ્રમુખ), રાજ્ય શૈક્ષિક સંઘના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ, બહેનો ઉપસ્થિત રહેલ.

અંતમાં સુરેશભાઈ ખુમાણે આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમને આખરી ઓપ આપનાર વિસાવદર શૈક્ષિક સંઘના પ્રમુખ ઉમેશભાઈ રીબડીયા તથા મહામંત્રી પ્રથમેશભાઈ મહેતાએ ટીમવર્ક સાથે સારી એવી જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જયદેવભાઈ શિશાંગીયાએ કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande