બાબરામાં વરસાદે ખોલી પાલિકાની પોલ: રોડ-રસ્તા અને બજારોમાં ભરાયા પાણી, ગટરના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન
અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : બાબરા શહેરમાં સારો એવો વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી રોડ-રસ્તા અને બજારોમાં વહેતાં જોવા મળ્યાં હતા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો
બાબરામાં પહેલા જ વરસાદે ખોલી પાલિકાની પોલ! રોડ-રસ્તા અને બજારોમાં ભરાયા પાણી, ગટરના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન


અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : બાબરા શહેરમાં સારો એવો વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી રોડ-રસ્તા અને બજારોમાં વહેતાં જોવા મળ્યાં હતા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના કરીયાણા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તા પર અવરજવર પ્રભાવિત થઈ હતી. બીજી તરફ પથિકા આશ્રમ પાછળ આવેલા શહીદ ચોક નજીક ભૂગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેતા થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે થોડા વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને ગટરના પાણી રોડ પર ફરી વળતાં દુર્ગંધ ફેલાવાની સાથે રાહદારીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડે છે.

શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા હોવા છતાં રસ્તા પર પાણી વહેતાં હોવાના દૃશ્યો સામે આવતાં પહેલા જ વરસાદે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. ચોમાસા દરમિયાન આવી સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે પાણીના નિકાલ અને ગટર વ્યવસ્થાની તાત્કાલિક સફાઈ તથા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande