દેવળિયાના અજય યાદવે ૬,૧૧૧ મીટર ઊંચા માઉન્ટ યુનમ પર તિરંગો લહેરાવ્યો
ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)મહુવા પંથકના દેવળિયા ગામના યુવાન અજય યાદવે સાહસ અને શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં હિમાચલ પ્રદેશમાં આવેલા ૬,૧૧૧ મીટર (૨૦,૦૪૯ ફૂટ) ઊંચા માઉન્ટ યુનમ પર સફળતાપૂર્વક ચડાઈ કરી છે. આ સફળતા સાથે અજય યાદવે પોતાના ગામ દેવળ
માઉન્ડ પર પહોંચનાર ભાવનગર નો યુવક


ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)મહુવા પંથકના દેવળિયા ગામના યુવાન અજય યાદવે સાહસ અને શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં હિમાચલ પ્રદેશમાં આવેલા ૬,૧૧૧ મીટર (૨૦,૦૪૯ ફૂટ) ઊંચા માઉન્ટ યુનમ પર સફળતાપૂર્વક ચડાઈ કરી છે. આ સફળતા સાથે અજય યાદવે પોતાના ગામ દેવળિયા, મહુવા વિસ્તાર તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ (SVIM), માઉન્ટ આબુના સંયુક્ત ઉપક્રમે હિમાલય પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત Team SVIM દ્વારા માઉન્ટ યુનમ પર સફળ સમિટ કરવામાં આવી હતી.

માઇનસ તાપમાન, પડકારજનક હવામાન, બરફીલા માર્ગો અને ઓક્સિજનની અછત જેવી મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે ટીમના સાહસિક સભ્યોએ અદમ્ય હિંમત, શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વ સાથે અભિયાન પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન અજય યાદવે પણ ટીમ સાથે પર્વતની ટોચ સુધી પહોંચીને સફળતાપૂર્વક તિરંગો લહેરાવ્યો હતો.

૬,૧૧૧ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વત પર અજયનું આ પ્રથમ સફળ માઉન્ટેનિયરિંગ અભિયાન છે. પ્રથમ જ પ્રયાસમાં આ સિદ્ધિ મેળવી તેણે સાહસિક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે.

માઉન્ટેનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની દિશામાં આગળ વધી રહેલા અજય યાદવ માટે આ સફળતા મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની છે. તેમની સિદ્ધિથી દેવળિયા અને મહુવા પંથકમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. અજયની આ સિદ્ધિ અન્ય યુવાનોને પણ સાહસિક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા પ્રેરણા આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande