
- સાડત્રીસ કિલો ભાખરવડી સાથેની ગણેશમૂર્તિનું આજે થશે સ્થાપન
ગીર સોમનાથ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળના સતીમા યુવક મંડળે દર વર્ષની નવી નવી પરંપરા મુજબ આ સાલ નવી થીમ સાથે ગણેશજીની મૂર્તિ બનાવી છે, જેમાં થર્મોકોલના ઉપયોગ સાથે ૩૭ કિલો ભાખરવડીનો વપરાશ કરવામાં આવ્યો છે. આ ઈકો ફેન્ડલી મૂર્તિ પંડાલમાં સ્થાપિત કરાશે.
સતીમાં યુવક મંડળના ઉપક્રમે તા.૧૪મીથી પાંચ દિવસના ઉત્સવનું આયોજન કરાયું છે. અહીં સતર વર્ષથી દર વર્ષે જુદા જુદા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી ગણેશ મૂર્તિ બનાવાય છે. આ વર્ષે પણ થર્મોકોલના વપરાશ સાથે મૂર્તિમાં ૩૭ કિલો ભાખરવડીનો ઉપયોગ કરી મૂર્તિ બનાવાઈ છે.
અગાઉના વર્ષોમાં ચોકલેટ,વિસિટ, પ્રાઈસ્ટ, કેડબરી, માવો, ટીપરાપાક, અજૂરપાક, લોલીપોપના ગણેશજી બનાવીને ઉત્સવ મનાવાયો હતો. જયારે આ સાલ યુવકોએ રાત દિવસ મહેનત કરી આ નવી થીમના ગણપતી બાપ્પા બનાવાયા છે, જેની ઊંચાઈ સાડા ચાર ફૂટ, પહોળાઈ અઢી ફૂટ છે. મૂર્તિમાં થમોકોલનો ઉપયોગ કરાયો છે. જેના ઉપર આશરે ૩૭ કિલો ભાખરવડી લગાડી છે. આ કામ કરવા પાછળ ચાર દિવસ લાગ્ય હતા. ચોકમાં મૂર્તિને ભિરાજમાન કરાવી પાંચ દિવસ સુધી રોજ પૂજા પાઠ કરશે.
મહાઆરતીમાં અનેક લોકો એકઠા થશે. પાંચ દિવસના અંતે મૂર્તિને સમુદ્રમાં વિસર્જિત કરાશે ભાખરવડી દરિયાઈ જીવોનો ખોરાક બની જશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ