મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે, ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ માનસ રંજન પાઠકને શપથ લેવડાવ્યા
- ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકે શપથગ્રહણ કર્યા - ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ અમદાવાદ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ માનસ રંજન પાઠકનો શપથગ
Chief Justice Sunita Agarwal administered the oath to Justice Manas Ranjan Pathak at the Gujarat High Court.


- ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકે શપથગ્રહણ કર્યા

- ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ

અમદાવાદ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ માનસ રંજન પાઠકનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જસ્ટિસ માનસ રંજન પાઠકને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ પદના શપથ લેવડાવ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ માનસ રંજન પાઠકની ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે6 ઓગસ્ટ,2026 ના દિવસે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

ન્યાયાધીશ માનસ રંજન પાઠક 21 જુલાઇ,2025 ના રોજ ગૌહતી હઓકઓરતમાંથી ટ્રાન્સફર થઈને, ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે જોડાયા હતા. આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા હાઈકોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande