બોરસદ, કરજણ, ધોળકામાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા,બોરસદમાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ
- રાજકોટ-સુરેન્દ્રનગર અને મોરબીમાં રેડ-એલર્ટ - ભરૂચમાં મોંધી 8 કાર ગટરમાં ખાબકી અમદાવાદ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં આજે ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર છ કલાકમાં રાજ્યના 21
junaghad utavli river1


rajula main market


- રાજકોટ-સુરેન્દ્રનગર અને મોરબીમાં રેડ-એલર્ટ

- ભરૂચમાં મોંધી 8 કાર ગટરમાં ખાબકી

અમદાવાદ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં આજે ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર છ કલાકમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન આણંદ જિલ્લાના બોરસદમાં સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદના ધોળકામાં 4 ઈંચ અને વડોદરા જિલ્લાના કરજણમાં 3.82 ઈંચ વરસાદ નોંધાયો છે.

તો આજે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે, મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 5.24 ઇંચ અને અમદાવાદના દોળકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત અન્ય 18 તાલુકામાં બે ઇંચથી વરસાદ વરસી ગયો છે.

હાલ સુરતમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.

જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે, તો દામોદર કુંડમાં પણ પાણીના આવક નોંધાઈ છે. આ સાથે ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે.

વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે.

વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં બપ્પાના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો તાલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઇ હાશકારો અનુભવ્યો છે.

વિજાપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે.

વિજાપુરમાં માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ગરમી-ઉકળાટમાંથી રાહત મળી છે,

છ કલાકના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યના 34માંથી 31 જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે.

આણંદ જિલ્લામાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે.

બોરસદમાં 5.24 ઈંચ બાદ તારાપુરમાં 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. નડિયાદમાં 2.8 ઈંચ અને માતરમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે. આંકલાવમાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ કપાસ અને મગફળીના પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.

જોકે, ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદથી શહેરના ટીબી રોડ અને ખત્રીકુવા ચક્કર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.

ઊંઝા શહેર અને આસપાસના પંથકમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.

લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થતાં સમગ્ર વિસ્તારમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળવાની સાથે જ મોસમનો આ વરસાદ ખરીફ પાકો માટે શીર્વાદરૂપ બનતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદ છવાયો છે.

છ કલાકના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યના 34માંથી 31 જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande