વડાપ્રધાને સુભાષિતમ્ માં મનુષ્યને પ્રેમ, સૌહાર્દ અને સદ્ભાવના કાર્યો કરવા પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે જૈન ધર્મના પવિત્ર પર્વ સંવત્સરીના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે આ પ્રસંગે પ્રેમ, સૌહાર્દ, કરુણા અને સદ્ભાવને જીવનનો આધાર બનાવવાનો સંદેશ આપ્યો. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે જૈન ધર્મના પવિત્ર પર્વ સંવત્સરીના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે આ પ્રસંગે પ્રેમ, સૌહાર્દ, કરુણા અને સદ્ભાવને જીવનનો આધાર બનાવવાનો સંદેશ આપ્યો.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સંસ્કૃતનો એક શ્લોક શેર કરતા લખ્યું,

“सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः। अन्यो अन्यमभि हर्यत वत्सं जातमिवाघ्न्या॥”

પ્રધાનમંત્રી મોદીએ ભાવાર્થ સમજાવતા કહ્યું કે, મનુષ્યે એવા કાર્યો કરવા જોઈએ, જે હૃદયમાં પ્રેમ, સૌહાર્દ અને સદ્ભાવને પ્રોત્સાહન આપે. તેમણે કહ્યું કે, બધા લોકોએ એકબીજા પ્રત્યે તે જ રીતે સ્નેહ અને આત્મીયતા રાખવી જોઈએ, જેમ ગાય પોતાના નવજાત વાછરડા પ્રત્યે પ્રેમ રાખે છે.

વડાપ્રધાને સંવત્સરી પર્વ પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આ પવિત્ર અવસર આપણને યાદ અપાવે છે કે ક્ષમા અને કરુણા દરેક સંબંધને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે સંવત્સરીના અવસરે નમ્રતા લોકોનું માર્ગદર્શન કરે અને દયા તથા સદ્ભાવના દરેક કાર્યનો આધાર બને. વડાપ્રધાને પોતાના સંદેશનો સમાપન જૈન પરંપરાના પ્રસિદ્ધ ક્ષમાયાચના વાક્ય “મિચ્છામિ દુક્કડમ્” સાથે કર્યું.

ઉલ્લેખનીય છે કે, સંવત્સરી જૈન ધર્મનો એક મુખ્ય અને પવિત્ર પર્વ છે જે મુખ્યત્વે ક્ષમા, આત્મ-શુદ્ધિ અને પ્રાયશ્ચિત માટે ઉજવવામાં આવે છે. આ પર્યુષણ મહાપર્વનો અંતિમ દિવસ હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande