ગ્રામીણ વિસ્તારોમાં પેન્શન જાગૃતિ વધારવા માટે, 'પેન્શન સખી' પહેલ શરૂ
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) ગ્રામીણ પરિવારો સુધી પેન્શન અને નિવૃત્તિ સુરક્ષાની માહિતી પહોંચાડવા માટે ગ્રામીણ વિકાસ વિભાગ અને પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફડીઆરએ) એ, સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત દેશભરમાં ''પેન્શન
રૂરલ


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) ગ્રામીણ પરિવારો સુધી પેન્શન અને નિવૃત્તિ સુરક્ષાની માહિતી પહોંચાડવા માટે ગ્રામીણ વિકાસ વિભાગ અને પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફડીઆરએ) એ, સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત દેશભરમાં 'પેન્શન સખી' નેટવર્ક વિકસાવવામાં આવશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય અનુસાર, આ સમજૂતી સંયુક્ત સચિવ અમિત શુક્લા અને પીએફડીઆરએના કાર્યકારી નિર્દેશક સુમિત કૌર કપૂર વચ્ચે ગ્રામીણ વિકાસ સચિવ રોહિત કંસલની હાજરીમાં થઈ. આ પહેલ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાય-એન આરએલએમ) ના સ્વયં સહાય જૂથો, બેંકિંગ સંવાદદાતા સખીઓ અને અન્ય પ્રશિક્ષિત સામુદાયિક કાર્યકરોની મદદથી પેન્શન સંબંધિત માહિતી ગામડે-ગામડે પહોંચાડવામાં આવશે.

મંત્રાલયે જણાવ્યું કે, પેન્શન સખીઓ ગ્રામીણ મહિલાઓ, સ્વયં સહાય જૂથોના સભ્યો, લખપતિ દીદી અને અન્ય ગ્રામીણ પરિવારોને પેન્શન યોજનાઓ, નિવૃત્તિ યોજના, નામાંકન પ્રક્રિયા અને સંબંધિત સેવાઓની માહિતી આપવાનું કામ કરશે.

આ પ્રસંગે ગ્રામીણ વિકાસ સચિવ રોહિત કંસલે જણાવ્યું કે, સામાજિક સુરક્ષા ફક્ત જોખમોથી બચાવવાનું માધ્યમ નથી, પરંતુ તે પરિવારોને આર્થિક રીતે આગળ વધવાનો આત્મવિશ્વાસ પણ આપે છે. તેમણે કહ્યું કે, ગ્રામીણ નાગરિકોને સ્પષ્ટ અને પારદર્શક માહિતી મળવી જોઈએ જેથી તેઓ પોતાની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા વિશે યોગ્ય નિર્ણય લઈ શકે.

પીએફડીઆરએ વતી મમતા શંકરે જણાવ્યું કે, વધતી જતી આયુષ્ય અપેક્ષા અને બદલાતા જનસાંખ્યિકીય પરિદૃશ્યને જોતાં નિવૃત્તિ યોજનાનું મહત્વ વધી ગયું છે. તેમણે આશા વ્યક્ત કરી કે, આ પહેલ રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (એનપીએસ) સહિત વિવિધ પેન્શન ઉત્પાદનો પ્રત્યે ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ વધારશે.

મંત્રાલય અનુસાર, આ કાર્યક્રમનું નિરીક્ષણ ડિજિટલ ડેશબોર્ડ, મોબાઇલ અને વેબ આધારિત પ્રણાલીઓ દ્વારા કરવામાં આવશે. આ માટે ગ્રામીણ વિકાસ વિભાગની 'લોકોસ' પ્રણાલીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande