


પોરબંદર , 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં ધીમીધારે સતત વરસાદ વરસતા ખાપટ અને કોલીખડાને જોડતા રસ્તાની હાલત કથળી ગઈ છે. રોકડિયા હનુમાન મંદિરથી રાતડા સીમ તરફ જતા આ માર્ગ પર વરસાદના કારણે કાદવ-કીચડનું જાણે સામ્રાજ્ય છવાઈ ગયું છે. રસ્તાની આસપાસ રહેણાક મકાનો તેમજ દુકાનો આવેલી હોવાથી સ્થાનિકો અને વેપારીઓને રોજબરોજની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.રસ્તા પર કાદવના થર જામતા રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું છે, જ્યારેટુ-વ્હીલરસહિતના વાહનચાલકોને લપસી પડવાનો ભય સતાવી રહ્યો છે. વરસાદી પાણી સાથે કાદવ રસ્તા પર ફેલાઈ જતા વાહનચાલકોને ધીમે અને જોખમ વચ્ચે પસાર થવું પડી
રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદ
પડતાંજ રસ્તાની આવી સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી
કામગીરીથતી નથી. ખાપટ-કોલીખડા જેવા જોડાણ માર્ગ પર કાદવ-કીચડની સમસ્યાએ મનપાની રસ્તા જાળવણીની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. તંત્ર તાત્કાલિક કાદવ
દૂર કરી રસ્તાની યોગ્ય વ્યવસ્થા કરે તેવી
સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya