મોદલિયા ગામે ખુલ્લી ગટરમાં 4 વર્ષની બાળકી પડતા સારવાર દરમિયાન થયું મૃત્યુ
- આરોહી પોતાના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી - માતાને થતા તાત્કાલિક દોડી આવી બાળકીને બેભાન હાલતમાં બહાર કાઢી દવાખાને લઈ ગયા હતા ભરૂચ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : વાલીયા તાલુકાના મોદલીયા ગામમાં ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષની બાળકીનું ટૂંકી સા
મોદલિયા ગામે ખુલ્લી ગટરમાં 4 વર્ષની બાળકી પડતા સારવાર દરમિયાન થયું મૃત્યુ

મોદલિયા ગામે ખુલ્લી ગટરમાં 4 વર્ષની બાળકી પડતા સારવાર દરમિયાન થયું મૃત્યુ

મોદલિયા ગામે ખુલ્લી ગટરમાં 4 વર્ષની બાળકી પડતા સારવાર દરમિયાન થયું મૃત્યુ

મોદલિયા ગામે ખુલ્લી ગટરમાં 4 વર્ષની બાળકી પડતા સારવાર દરમિયાન થયું મૃત્યુ

- આરોહી પોતાના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી

- માતાને થતા તાત્કાલિક દોડી આવી બાળકીને બેભાન હાલતમાં બહાર કાઢી દવાખાને લઈ ગયા હતા

ભરૂચ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : વાલીયા તાલુકાના મોદલીયા ગામમાં ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષની બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વાલીયા તાલુકાના મોદલીયા ગામના પીપળી ફળિયામાં રહેતી પુષ્પાબેન અશોકભાઈ વસાવાની 4 વર્ષની દીકરી આરોહી પોતાના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી.તે દરમિયાન ખુલ્લી ગટરમાં ઊધા માથે પડી ગઈ હતી. આ અંગેની જાણ માતાને થતા તેઓ તાત્કાલિક દોડી આવી બાળકીને બેભાન હાલતમાં પ્રથમ નેત્રંગ બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ગ્રામ પંચાયતની લાપરવાહીને પગલે આ ઘટના બની હોવાની ચર્ચા ચર્ચાઈ રહી છે, ત્યારે જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande