પાટણના સિદ્ધિ સરોવરમાં ખાલકપુરાના યુવકે ઝંપલાવ્યાની આશંકા, ફાયર બ્રિગેડની શોધખોળ
પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નંબર 10ના ખાલકપુરા વિસ્તારમાં રહેતા એક યુવકે સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સિદ્ધિ સરોવર
પાટણના સિદ્ધિ સરોવરમાં ખાલકપુરાના યુવકે ઝંપલાવ્યાની આશંકા, ફાયર બ્રિગેડની શોધખોળ


પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નંબર 10ના ખાલકપુરા વિસ્તારમાં રહેતા એક યુવકે સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

સિદ્ધિ સરોવર નજીક આવેલી છતરી પાસેથી યુવકનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. આ વસ્તુઓના આધારે યુવકે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડની ટીમે બોટની મદદથી સરોવરના પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. હાલ યુવક મળ્યો નથી અને શોધખોળ ચાલુ છે. શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande