પોરબંદર પશુપાલન શાખામાં રૂ. 32.42 લાખના કૌભાંડનો આક્ષેપ.
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા પંચાયત હસ્તકની પશુપાલન શાખામાં વર્ષ 2014થી 2020 દરમિયાન રૂ.32.42 લાખની ગેરરીતિ અને સરકારી નાણાંની ઉચાપત થયાના આક્ષેપ સાથે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા પંચાયતની પશુ
પોરબંદર પશુપાલન શાખામાં રૂ. 32.42 લાખના કૌભાંડનો આક્ષેપ.


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર

જિલ્લા પંચાયત હસ્તકની પશુપાલન

શાખામાં વર્ષ 2014થી 2020 દરમિયાન રૂ.32.42

લાખની ગેરરીતિ અને સરકારી નાણાંની ઉચાપત થયાના આક્ષેપ સાથે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા પંચાયતની પશુપાલન શાખામાં મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા ભરત વિરમભાઈ મંડેરાએ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ તત્કાલીન નાયબ પશુપાલન નિયામક ડો. કે.બી. રાવલતા.5 માર્ચ 2014થી તા.1 ઓક્ટોબર

2020 દરમિયાન ફરજ પર

હતા.આ સમયગાળા દરમિયાન આરોપી રાવલ અને કોન્ટ્રાકટર મેરામણ ધના ઉલવાએ મિલી ભગત કરી સરકારની યોજના હેઠળ દસ ગામ દીઠ રાખવામાં આવતા હરતા-ફરતાપશુ દવાખાનામાં જરૂરી વાહન તથા એટેન્ડન્ટ-કમ-પટાવાળાની વ્યવસ્થા કર્યા વિના ખોટા બિલો અને દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ સરકારી યોજનાઓ માટે ફાળવાયેલી ગ્રાન્ટ માંથી રૂ.32,42,977 નીરકમની ગેરરીતિ કરી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.

ખોટા બિલો અને દસ્તાવેજોના આધારે સરકારી નાણાંનો ઉપયોગ કરી ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે કમલાબાગ પોલીસે ડો. કે.બી.રાવલ, કોન્ટ્રાકટર મેરામણભાઈ ધના ઉલવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande