પોરબંદર જિલ્લામાં વધુ બે સ્થળોએ ખેડૂતો-પશુપાલકો માટે ઘાસચારાના વિતરણની શરૂઆત
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના બગવદર તથા પાલખડા ગામ ખાતે ખેડૂતો અને પશુપાલકો માટે ઘાસચારાના વિતરણની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા
પોરબંદર  જિલ્લામાં  વધુ  બે  સ્થળોએ  ખેડૂતો-પશુપાલકો માટે ઘાસચારાના વિતરણની  શરૂઆત.


પોરબંદર  જિલ્લામાં  વધુ  બે  સ્થળોએ  ખેડૂતો-પશુપાલકો માટે ઘાસચારાના વિતરણની  શરૂઆત.


પોરબંદર  જિલ્લામાં  વધુ  બે  સ્થળોએ  ખેડૂતો-પશુપાલકો માટે ઘાસચારાના વિતરણની  શરૂઆત.


પોરબંદર  જિલ્લામાં  વધુ  બે  સ્થળોએ  ખેડૂતો-પશુપાલકો માટે ઘાસચારાના વિતરણની  શરૂઆત.


પોરબંદર  જિલ્લામાં  વધુ  બે  સ્થળોએ  ખેડૂતો-પશુપાલકો માટે ઘાસચારાના વિતરણની  શરૂઆત.


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : વન

અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના

માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના બગવદર તથા પાલખડા ગામ ખાતે ખેડૂતો અને પશુપાલકો માટે

ઘાસચારાના વિતરણની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાના આગેવાનો તથા

સ્થાનિક પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં

આવ્યો હતો.

હાલમાં

વરસાદી અછતની પરિસ્થિતિને કારણે પશુપાલકોને પશુઓ માટે પૂરતા ઘાસચારાની જરૂરિયાત

ઊભી થતી હોય છે. આવી સ્થિતિમાં પશુપાલકોને સમયસર ઘાસચારો મળી રહે અને પશુધનની

યોગ્ય રીતે સંભાળ રાખી શકાય તે હેતુથી પોરબંદર જિલ્લાના બગવદર ગામે ગૌશાળા ખાતે

તેમજ પાલખડા ગામે સાઇક્લોન સેન્ટર ખાતે આ વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પશુપાલકોની મુશ્કેલીને સમજીને તેમની પડખે ઊભા રહેવાના માનવીય અભિગમ સાથે

ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા

જરૂરિયાતમંદ ખેડૂતો અને પશુપાલકોને શક્ય તમામ સહાય અને જરૂરી સુવિધાઓ મળી રહે તે

માટે કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરીયા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેભાઈ મોઢવાડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ

કેશુભાઈ ઓડેદરા, મામલતદાર ખીમાભાઈ મારુ, તાલુકા વિકાસ અધિકારી મુસાભાઈ ગજ, અગ્રણી સર્વ આવડાભાઈ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ

ઓડેદરા, રાણાભાઇ મોઢવાડીયા સહિતના મહાનુભાવો

તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande