સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં 'ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના' વિદ્યાર્થીઓ માટે બની આશીર્વાદરૂપ
સુરત, 16 સપ્ટેમ્બર (હિ.સ.): આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે અને શાળા ડ્રોપ-આઉટ રેશિયો સંપૂર્ણપણે ઘટે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના’ સુરત જિ
Gaurav Parivahan Yojana'


સુરત, 16 સપ્ટેમ્બર (હિ.સ.): આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે અને શાળા ડ્રોપ-આઉટ રેશિયો સંપૂર્ણપણે ઘટે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના’ સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગણાતા માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કુલ 14 જેટલા રૂટો પર માંડવી બસ ડેપો ખાતેથી રાઉન્ડ ધ ક્લોક એસ.ટી. બસ સેવા ધમધમતી થઈ છે, આદિવાસી વિસ્તારના અદના 929 વિદ્યાર્થીઓ શાળા-કોલેજે જવા આવવા માટે નિશુલ્ક પરિવહન યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે હવે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માર્ગ વધુ સરળ બન્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી ઉજવણી અવસરે ગયા વર્ષે તા.15મી નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેથી આ યોજના અંતર્ગત 111 બસોને લીલી ઝંડી આપીને આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી અસ્મિતા અને ગ્રામીણ કલ્યાણના ભાગરૂપે તાજેતરમાં જુલાઈ 2026માં ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત વધુ 139 નવીન બસોનું મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ બસ સેવાઓનો લાભ આદિજાતિ વિદ્યાર્થીઓને શાળા કોલેજે અવરજવર માટે મળતો થશે. એટલું જ નહીં, પરિવહન સુવિધા થકી કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળશે. શાળા કોલેજોમાં નિયમિત હાજરીમાં વધારો અને શાળા છોડવાના દરમાં પણ ઘટાડો થશે.

આ ઉપરાંત, વિદ્યાર્થીના ઘરેથી શાળા અને શાળાએથી ઘર સુધીની સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા મળતી થશે. બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન હેઠળ આ તમામ બસોને GPS પદ્ધતિથી મોનિટરિંગ અને રોજેરોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી અપડેટ પણ મળતું રહેશે. શાળા કોલેજ સમય બાદ આ બસોની સુવિધા રેવન્યુ મોડલથી આદિજાતિ વિસ્તારોના લોકોને પણ મળી શકશે.

સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડા જેવા આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણના દીવા ને વધુ તેજસ્વી બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દુર્ગમ પંથકના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, કલા કે વાણિજ્ય પ્રવાહમાં કોઈ પણ મુશ્કેલી વગર અભ્યાસ કરી શકે અને સમયસર શાળા કે કોલેજ સુધી પહોંચી શકે તે માટે ખાસ પરિવહન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ યોજના પરિવહનના માધ્યમ સાથે ગ્રામીણ વિસ્તારના યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્ય અને સશક્તિકરણની એક મજબૂત કડી બની ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande